તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Demand For Textiles Has Dropped Due To The Lockdown In The States, With Companies Producing More Than Half Their Capacity

લોકડાઉને વેતરી નાખ્યા:રાજ્યોમાં લૉકડાઉનથી કાપડની માગ ઘટી, કંપનીઓ ક્ષમતા કરતાં અડધું ઉત્પાદન કરી રહી છે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના 70 ટકા સિન્થેટિક કાપડ બનાવતા ટેક્સટાઈલ હબ સુરતથી

કોરોનાની બીજી લહેર પહેલાં બે માસ પહેલા સુધી સુરતનુ ટેક્સટાઈલ માર્કેટ ઝડપથી વધ્યુ હતું. પરંતુ એક વખત ફરી તેને કોરોના ભરખી રહ્યો છે. દેશના 90 ટકા હિસ્સામાં લોકલ લોકડાઉનની કારણે કાપડની માગ ઘટી છે. 15 માર્ચથી સુરતમાંથી જ્યાં 400 ટ્રક માલ જઈ રહ્યો હતો. જ્યાં અત્યારસુધી 400 ટ્રક માલ જઈ રહ્યો હતો. ત્યાં આજે એક પણ ટ્રક માલ જઈ રહ્યો નથી.

અર્થાત સુરતને રોજિંદા 150 કરોડનુ નુકસાન થઈ રહ્યુ છે. સુરત ટેક્સટાઈલ ગુડ્સ ટાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના અધ્યક્ષ યુવરાજ દેસલે દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. છત્તિસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી,રાજસ્થાન, કેરળ, કર્ણાટક, બિહારમાં સંપૂર્ણપણે કામકાજ બંધ છે. એવામાં કાપડ અને રેડિમેડ કપડાંની માગ શૂન્ય થઈ છે. દેશના 70 ટકા સિન્થેટિક કાપડ બનાવતા સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં આશરે 15 લાખ મજૂરો કામ કરે છે. એવામાં અડધાથી વધુ મજૂરો સાત એપ્રિલ બાદથી પોતાના ગામ ઓરિસ્સા, યુપી-બિહાર, બંગાળ પરત ફર્યા છે. પલાયન પાછળનુ કારણ લોકડાઉન, લગ્ન, સ્થાનિક ચૂંટણી, અને ખેતી પણ છે. સાઉથ ગુજરાત અધ્યક્ષ જિતુ વખારિયાએ જણાવ્યુ કે, અડધાથી વધુ શ્રમિકો પરત ફર્યા છે. અડધુ ઉત્પાદન જારી રાખવા અમુક શ્રમિકોને રોકવામાં આવ્યા છે.

બજારો ખૂલે-માગ વધે તે માટે યોગ્ય સ્ટોક હોવો જરૂરી
જે મજૂરો પરત ફર્યા નથી. તેમની પાસે કામની અછત ન સર્જાય તેમજ તેઓ પરત ન ફરે તે માટે. મશીન બંધ રહેતાં તેમાં પડકારો વધ્યા છે. આથી ઉત્પાદન જરૂરી બન્યુ છે.

ઈ-કોમર્સ મારફત મહામુશ્કેલીએ પાંચ કરોડનું કપડાં વેચાણ
સૌરાષ્ટ્ર ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ દીપક શેટા સાથેની વાતચીતમાં જાણવા મળ્યુ હતુ કે, આ લોકડાઉનમાં ઈ-કોમર્સ મારફત સુરતમાંથી કાપડના વેપારીઓએ રૂ. 5 કરોડની એક લાખ સાડી, કુર્તી, ડ્રેસ મટીરિયલ્સ વેચ્યા છે.

બહારથી કોઈ ખરીદદાર નહિં
આખા વર્ષનો વેપાર માર્ચ અને એપ્રિલમાં થાય છે. ત્યારે કોરોનાને લીધે ચિંતાઓ વધી છે. બહારના બજારોમાંથી વેપારીઓ મળી રહ્યા નથી. આથી વેપાર પર અસર જોવા મળી છે. > દિનેશ કટારિયા, કાપડના વેપારી

50 ટકા શ્રમિકોએ હિજરત કરી
50 ટકા શ્રમિકો કાપડ માર્કેટમાંથી હિજરત કરી ચૂક્યા છે. ટૂંકસમયમાં સ્થિતિમાં સુધારો ન જોવા મળ્યો તો શ્રમિકોને રોકવા મુશ્કેલ બનશે. વેપારને થયેલા નુકસાનનો મોટો ઝાટકો લાગ્યો છે. > મનોજ અગ્રવાલ, અધ્યક્ષ, ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ

અન્ય સમાચારો પણ છે...