ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગ પર વસૂલાતા 1 ટકા ટીડીએસ ઘટાડવા માગ કરી છે. ઈન્ડસ્ટ્રીએ ટીડીએસ 1 ટકાથી ઘટાડી 0.01 અને 0.05 ટકા કરવા અપીલ કરી છે. કોઈનડીસીએક્સના સીઈઓ અને કો-ફાઉન્ડર સુમિત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, ક્રિપ્ટો કરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વધુ પડતો છે. જેમાં પણ ઘટાડો થવો જોઈએ. જે ઈન્ડસ્ટ્રીના ગ્રોથ પર નકારાત્મક અસર કરી રહ્યુ છે. તેનાથી માર્કેટમાંથી લિક્વિડિટી અને ટ્રેડર્સ માટે મૂડીમાં ઘટાડો થશે.
જો માર્કેટમાં લિક્વિડિટી જ નહીં રહે તો તેની પ્રતિકૂળ અસર રિટેલ રોકાણકારોએ ભોગવવી પડશે. ટેક્સના નવા નિયમોના પાલન માટે ટ્રેડર્સ સાથે જોડાઈ સાચી સમજ અને જાગૃત્તિ ફેલાવવામાં આવી રહી છે. જેથી જૂનાની સાથે સાથે વધુને વધુ નવા ઈન્વેસ્ટર્સ ક્રિપ્ટો માર્કેટ સાથે જોડાઈ શકે.
2022-23ના બજેટમાં ક્રિપ્ટો એસેટ્સ પર ઈનકમ ટેક્સ સંબંધિત જાહેરાત થઈ હતી. 1 એપ્રિલથી ક્રિપ્ટો ટ્રાન્જેક્શન પર 30 ટકા ઈનકમ ટેક્સ લાગૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, હોર્સ ટ્રેડિંગ, ગેમ્બલિંગ સહિત સટ્ટાબાજી ટ્રાન્જેક્શન પર 28 ટકા ટેક્સ લાગૂ છે. ટેક્સ રેટ નિર્ધારિત કરવા વિવિધ ક્રિપ્ટો એક્સચેન્જે અપીલ કરી છે.
કોઈનDCXની100 કરોડની રોકાણની યોજના
દેશનું પ્રથમ યુનિકોર્ન ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનડીસીએક્સે વેન્ચર કેપિટલ ફંડની શરૂઆત કરી છે. જે અંતર્ગત એક્સચેન્જ ક્રિપ્ટો, બ્લોકચેઈન સ્ટાર્ટઅપ્સમાં સીડ ફંડિંગ પેટે રૂ. 100 કરોડ સુધીનું રોકાણ કરવાની યોજના છે. પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને વેગ આપવા વેબ3 ઈકોસિસ્ટમ સ્થાપિત કરી છે. ક્રિપ્ટો અને બ્લોકચેઈન ઈનોવેશન માટે ભારતને ગ્લોબલ હબ બનાવવાના ઉદ્દેશ સાથે વેબ3નું વિસ્તરણ કરવાની યોજના છે. કોઈનડીસીએક્સ વેન્ચર્સ વોલેટ સોલ્યુશન, ક્રોસ ચેઈન બ્રિજ પ્રોટોકોલ, વેબ3 નોટિફિકેશન પ્રોટોકોલ, વેબ3 સોશિયલ એન્જિન, સ્ટોરેજ-કોમ્પ્યુટિંગ પ્રોટોકલ સહિત સેગમેન્ટમાં વિવિધ રોકાણ કરી ચૂક્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.