• Gujarati News
  • Business
  • Demand For This Specialty Has Grown Significantly As A Result Of Recent Corporate Scandals

યુદ્ધની અસર:વૉર ફન્ડિંગ માટે ક્રિપ્ટોની માગ વધી, BTC $ 44 000

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયા-યુક્રેન ક્રાઈસિસ વચ્ચે અનેક લોકો યુક્રેનને આર્થિક સહાય આપવા આગળ આવ્યા છે. યુક્રેને અત્યારસુધી 35 મિલિયન ડોલરની ક્રિપ્ટો કરન્સી વોર ફંડિંગ તરીકે એકત્ર કર્યા છે. છેલ્લા થોડા દિવસથી યુક્રેનને આર્થિક સહાય આપવા ક્રિપ્ટોમાં દાનનું પ્રમાણ વધ્યું છે. પરિણામે ગત સપ્તાહે શુષ્ક રહેલા ક્રિપ્ટો માર્કેટમાં સપ્તાહની શરૂઆતથી તેજી જોવા મળી છે. બિટકોઈન 40 હજાર ડોલરની સપાટી જાળવી રાખતાં બુધવારે ઈન્ટ્રા ડે 44793.90 ડોલરની ટોચે પહોંચ્યો હતો.

ઈથેરિયમ 3000 ડોલર અને પોલ્કાડોટ 19 ડોલરની સપાટી ક્રોસ કરી હતી. પ્રથમ વખત કોઈ દેશએ આર્થિક સહાય માટે ક્રિપ્ટોમાં દાન મેળવ્યું છે. યુક્રેન સરકારે શનિવારે ટ્વિટ કરી બિટકોઈન, ઈથેરિયમ યુએસડીટી જેવી ક્રિપ્ટો કરન્સીમાં દાન સ્વીકારવાની જાહેરાત કરી હતી. ક્રિપ્ટોમાં ફંડિંગ શરૂ થઈ ચૂક્યુ હતું. ક્રિપ્ટોને મંજૂરી આપતા વોલેટ શરૂ કરવા માગ કરી હતી.

3 દિવસમાં બિટકોઈન 18 ટકા વધ્યો
યુક્રેન અને રશિયાએ આર્થિક સહાય માટે ક્રિપ્ટો કરન્સી તરફ નરમ વલણ દર્શાવ્યુ છે. જેના પગલે ક્રિપ્ટો કરન્સીની માગ વધી છે. બિટકોઈન 3 દિવસમાં 18.23 ટકા વધી 44587.35 ડોલર, જ્યારે ઈથેરિયમ 15.56 ટકા વધી 3029.65 ડોલરની હાઈ સપાટીએ પહોંચી છે. પોલ્કાડોટ પણ 11.33 ટકા વધી 19.45 ડોલર પર ટ્રેડેડ હતી.

એક દિવસમાં 10.7 મિલિયન ડોલરના ક્રિપ્ટોનું દાન| યુક્રેનની સરકાર અને કમ બેક અલાઈવ જેવી બિનસરકારી સંસ્થાઓએ મંગળવારે 10.7 મિલિયન ડોલરની ક્રિપ્ટો કરન્સી મેળવી છે. યુક્રેનના ડિસેન્ટ્રલાઈઝ્ડ ઓટોનોમસ ઓર્ગેનાઈઝેશને યુદ્ધ માટે ફંડ મેળવવા ક્રિપ્ટો માટે સેટઅપ તૈયાર કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...