તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Demand For Gold Rose 37 Per Cent To 140 Tonnes In January March On Falling Gold Prices

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગ વધી:સોનાની કિંમતો ઘટતા જાન્યુ.-માર્ચમાં માગ 37 ટકા વધી 140 ટનની સપાટીએ આંબી

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોનાની આયાત ડ્યૂટી ઘટવા સાથે રૂપિયાની મજબૂતીનો સપોર્ટ

સલામત રોકાણ તરીકે સોનામાં રોકાણકારોની માગ સતત વધી રહી છે. જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસીકગાળામાં સોનાની કિંમત રેકોર્ડ સ્તરથી સરેરાશ પ્રતિ 10 ગ્રામ 12000 સુધી ઘટી 46000ની સપાટી પર પહોંચતા માગમાં જંગી વધારો થયો છે. જેના કારણે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરાં દેશમાં સોનાની માગ 37 ટકા વધી 140 ટન પહોંચી છે. રોકાણકારો લગડી અને સિક્કામાં મોટા પાયે ખરીદી કરી રહ્યાં હોવાથી તેની માગ છ વર્ષની ઉંચી સપાટી પર પહોંચી છે. આગામી ત્રિમાસીક ગાળામાં પણ માગમાં વૃદ્ધિ થવાનો અંદાજ છે. સોનાની કિંમત બોટમ સ્તર પર હોવાથી અને આગળ જતા વધુ વધશે તેવા અહેવાલે રોકાણકારો સારી માત્રામાં ખરીદી કરી રહ્યાં છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અહેવાલ મુજબ જાન્યુઆરી-માર્ચ 2021 દરમિયાન દેશમાં 14.80 ટન સોનું રિસાઇકલ થઇ બજારમાં આવ્યું છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 18.50 ટન રિસાયકલ થયું હતું. આમ સરેરાશ રિસાયક્લિંગમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ દેશમાં સોનાની આયાતમાં 262 ટકાનો વધારો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ભારતના સોમસુંદરમે જણાવ્યું કે દેશમાં સતત ત્રીજા ત્રિમાસીકમાં રિટેલ રોકાણકારો માટે સોનાની માગમાં સુધારો જોવા મળશે.

સોનાની માગમાં વૃદ્ધિના કારણો

 • જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીકમાં કિંમત સરેરાશ 47131 પ્રતિ ગ્રામ રહી જે ઓક્ટોબર-ડિસે. કરતા 6 ટકા નીચી હતી
 • ઓગસ્ટ, 2020ની તુલનાએ સોનાની કિંમત 16 ટકા ઘટી છે, સ્થાનિક બજારમાં સોનું 56000 પ્રતિ 10 ગ્રામના ટોચથી સરેરાશ રૂ.12000 સસ્તુ થયું હતુ.

માગની તુલનાએ બમણાથી વધુ આયાત
2021ના પહેલા ત્રિમાસીક ગાળામાં કુલ 140 ટન સોનાની માગ રહી હતી જેની સામે આયાત 301 ટન થઇ છે. જે અગાઉના વર્ષે જાન્યુઆરી-માર્ચ માસમાં માત્ર 83.1 ટનની જ આયાત રહી હતી તેની સામે માગ 102 ટનની નોંધાઇ હતી. જેનો અર્થ એ થયો કે દેશમાં હજુ પણ માગ કરતા સ્ટોક વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો