કોરોના મહામારીની બીજી લહેર બાદ ફ્લેક્સિબલ વર્કપ્લેસનો ટ્રેન્ડ વધતાં કો-વર્કિંગ ઓફિસ સ્પેસની માગ ગત નાણાકીય વર્ષમાં બમણી વધી છે. ગત નાણાકીય વર્ષમાં ટોચના સાત શહેરોમાં કો-વર્કિંગ સ્પેસ વધી 90200 ડેસ્ક ફાળવાઈ હતી. અગાઉ નાણા વર્ષમાં 37300 સીટ હતી. કોલકાતામાં 2432, હૈદરાબાદમાં 8284, ચેન્નઈમાં 11312, મુંબઈમાં 12500, દિલ્હી-એનસીઆરમાં 14900, પુણેમાં 15659, અને બેંગ્લુરૂમાં 25310 ડેસ્કની માગ રહી હતી.
જેએલએલ ઈન્ડિયા અને ક્યુડેસ્કના રિપોર્ટ અનુસાર, કંપનીઓ હવે અલાયદી ઓફિસના બદલે ફ્લેક્સિબલ વર્કિંગ પ્લેસ પસંદ કરી રહી છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતી કંપનીઓની સંખ્યા વધતાં કોર્પોરેટ ખર્ચમાં બચત સાથે કો-વર્કિંગ સ્પેસને પ્રાધાન્ય મળી રહ્યું છે. કુલ કો-વર્કિંગ સ્પેસમાંથી 62 ટકા લોકો ઓફિસ સ્પેસ માટે ભાડેપટ્ટે લીધી હતી.
બેંગ્લુરુ, પૂણ-દિલ્હીમાં સૌથી વધુ માંગ
કુલ માગમાંથી અડધાથી વધુ 60 ટકા માગ બેંગ્લુરૂ, પુણે, અને દિલ્હીમાં જોવા મળી હતી. ો-સ્પેસમાં સીટ દીઠ મહિને સરેરાશ રૂ. 6300થી રૂ. 14300 ખર્ચ થઈ રહ્યો છે. મુંબઈ-દિલ્હીમાં પ્રાઈમ બિઝનેસ લોકેશન પર પ્રિમિયમ ફ્લેક્સ સેન્ટર્સમાં ડેસ્ક દીઠ માસિક 50,000 ભાડુ ચૂકવાય છે.
ટીયર-1 અને 2 શહેરોમાં 3000 કો-વર્કિંગ ફેસિલિટી
ટોચના સાત શહેરોમાં 2300 ફ્લેક્સ સેન્ટર ઉભા થયા છે. જ્યારે ટીયર-1, ટીયર-2 શહેરોમાં 3000 કો-વર્કિંગ ફેસિલિટી શરૂ થઈ છે. જેમાં બેંગ્લુરૂ ટોચે છે. કાનપુર, ગોવા, રાયપુર, ભોપાલ, વિશાખાપટ્ટનમ, કોચી, ચંદીગઢ, પટના, લખનઉ, જયપુર, ઈન્દોર અને અમદાવાદ જેવા ટીયર-2 શહેરોમાં 650 કો-વર્કિંગ સેન્ટર્સ કાર્યરત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.