• Gujarati News
  • Business
  • Delhi High Court Grants Relief To Businessman Anil Ambani, Bankruptcy Case Adjourned

નવી દિલ્હી:ઉદ્યોગપતિ અનિલ અંબાણીને દિલ્હી હાઇકોર્ટે મોટી રાહત આપી, દેવાળિયા કેસ સ્થગિત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિલ અંબાણી સામે આ કેસમાં આગામી સુનાવણી 6 ઓક્ટોબર સુધી પાછી ઠેલી દેવામાં આવી છે. - Divya Bhaskar
અનિલ અંબાણી સામે આ કેસમાં આગામી સુનાવણી 6 ઓક્ટોબર સુધી પાછી ઠેલી દેવામાં આવી છે.

સરેરાશ 15 વર્ષોથી અર્શથી ફર્શ પર આવેલ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને દિલ્હી હાઇકોર્ટે મોટી રાહત આપી છે. અંબાણી પર નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી)માં દેવાળિયા કેસ પર તલવાર લટકી હતી. અદાલતે હાલ તેને સ્થગિત કરી દીધો છે. તદ્ઉપરાંત હાઇકોર્ટે દેશના દેવાળિયા કાયદાના અમુક નિયમોના સંદર્ભમાં વિસ્તૃત સુનાવણી કરવા ઇચ્છે છે. આ બાબતે આગામી સુનાવણી 6 ઓક્ટોબર સુધી પાછી ઠેલી દેવામાં આવી છે.

અહેવાલ અનુસાર અંદાજે 4 વર્ષ પહેલા પોતાના માલિકી ધરાવતી રિલાયન્સ કોમ્યુનિકેશન તથા રિલાયન્સ ઇન્ફ્રાટેલ માટે દેવા બાબતમાં અનિલ અંબાણીએ લગભગ 1184 કરોડ રૂપિયાની ખાનગી ગેરંટી આપી હતી. ત્યારપછી બન્ને લોનના ખાતા ડિફોલ્ટ થયા હતા. આ બાબતને લઇને દેવાદાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગતસપ્તાહે એનસીએલટી પહોંચી હતી.

એસબીઆઇની અરજી પર ટ્રિબ્યૂનલે સમાધાન બાબતોની નિમણુંક કરવા માટે આદેશ આપ્યો હતો. અંબાણી વિરૂધ્ધ દેવાલિયા કેસ ચાલશે કે નહિં, તેનો નિર્ણય પછી થશે. આ બાબતો વચ્ચે ભારતીય દેવાળિયા નિયમને અનેક પડકાર આપતા અંબાણી હાઇકોર્ટમાં પહોચ્યા છે. આ માટે કોર્ટે તેની મોટી સુનાવણી કરવા ઇચ્છે છે. ખાસકરીને ખાનગી ગેરંટી સબંધિત નિયમ-કાયદા અને વ્યક્તિગત દેવાળિયાને લઇને. બે સભ્યોની બેન્ચે કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને ઇનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ બાબતોમાં રાય માંગી છે. હવે ઓક્ટોબર પર કેસ પાછો ઠેલાયો.

અન્ય સમાચારો પણ છે...