ટ્રેડનું ભવિષ્ય સર્વિસ સેક્ટરમાં છે અને તે વધુ ડિજીટલ તેમજ સર્વ સમાવેશક હોય તે આવશ્યક છે તેવું WTOના ડાયરેક્ટર જનરલ ગોઝી ઓકોન્જોએ જણાવ્યું હતું. વર્ષ 2023માં ટ્રેડ આઉટલુક માટે વૈશ્વિક સ્તરે ઘટતો ગ્રોથ એક મોટો પડકાર છે, જ્યારે યુક્રેનમાં યુદ્ધ, કોવિડને લઇને ચિંતા તેમજ સપ્લાય ચેઇનમાં અડચણોએ અનેક દેશોને તેના વેપાર પ્રત્યેના અભિગમ તેમજ વૈશ્વિકીકરણના ભાવિ માટે ફરીથી વિચારવા માટે મજબૂર કર્યા છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી હતી કે વૈશ્વિક સ્તરે સાતત્યના અભાવથી વિશ્વ પર પ્રતિકૂળ અસર પડશે તેમજ તેને કારણે ઉભરતા અર્થતંત્રો પર વધુ અસર થશે. ટ્રેડ, ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ સેશન દરમિયાન બ્લેકરોકના ચેરમેન અને CEO લોરેન્સ ડિ ફિન્કે કહ્યું હતું કે USને મેક્સિકો મારફતે વિશેષ ફાયદો થવાની શક્યતા છે. મેક્સિકોના શિક્ષિત કામદાર વર્ગ, ઓછા વેતનનો ટ્રેન્ડ, રેલવે ટ્રાન્સપોર્ટ તેમજ પ્રો-બિઝનેસ પોલિટિકલ ક્લાઇમેટને કારણે સપ્લાય ચેઇનના રિકન્ફિગરેશનમાં USને મદદ મળી રહેશે. પરંતુ આ બદલાવથી માત્ર મેક્સિસોને લાભ નહીં થાય, પરંતુ સાથે જ પૂર્વીય યુરોપ, તુર્કી, ઇન્ડોનેશિયા તેમજ સાઉથ ઇસ્ટ એશિયાના કેટલાક ભાગો પણ લાભાન્વિત થશે.
અનેક દેશો ટ્રેડની પોલિસીમાં રાષ્ટ્રીય સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે ફ્રેન્ડ શોરિંગને કારણે આર્થિક વૃદ્ધિનો ફાયદો પણ અસમાન રીતે વહેંચાય તેવી શક્યતા છે. જ્યારે આપણે ફ્રેન્ડ શોરિંગની વાત કરીએ છીએ ત્યારે આફ્રિકા સિવાયના દેશોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.
એનર્જીમાં લાંબાગાળાના રોકાણથી વિકાસ શક્ય
યુએસ હવે જ્યારે ક્લાઇમેટ ચેન્જ અંગે પગલાં લઇ રહ્યું છે ત્યારે વિશ્વએ પણ રાહતનો શ્વાસ લીધો છે. યુએસ લેજીસ્લેશનને લઇને યુરોપિયન લીડર્સ કેટલાક અંશે ચિંતિત છે પરંતુ સકારાત્મક પગલાં યુરોપને કેટલાક ચોક્કસ ફાયદાઓ પર ફોકસ કરવાની તક પૂરી પાડે છે. જેમ કે રિસર્ચ સુવિધાઓ તેમજ પવનઉર્જામાં લાંબા ગાળાના રોકાણથી યુરોપને વિકાસમાં પણ વધુ ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.