• Gujarati News
  • Business
  • Decision Taken After The Launch Of 5G Service, 5G Plan Will Be Announced After Successful Testing

જિયોએ 12 રિચાર્જ પ્લાન બંધ કર્યા:5G સર્વિસ શરૂ થયા પછી લીધો નિર્ણય, ટેસ્ટિંગ સફળ થયા પછી જાહેર કરશે 5G પ્લાન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

5G ઈન્ટરનેટ સર્વિસ શરૂ થતા જ રિલાયન્સ જિયોએ પોતાના 12 રિચાર્જ પ્લાન બંધ કર્યા છે. આ તમામ ડેટા પ્લાનમાં યુઝર્સને ડિઝની+હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળતું હતું. હવે જિયોના માત્ર 2 જ રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને ડિઝની+હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળશે. જિયોના 28, 56 અને 84 દિવસના ઘણા પ્લાન હજુ પણ શરૂ છે.

જિયોએ 5G પ્લાન બહાર નથી પાડ્યા
એક ઓક્ટોબરથી ઈન્ડિયામાં 5G ઈન્ટરનેટ સર્વિસ શરૂ થતા જ જિયોએ પોતાના યુઝર્સને 5G સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. 5G ઈન્ટરનેટ હાલ તો ટેસ્ટિંગ તબક્કામાં છે. આથી તેમણે હજુ 5G પ્લાન નથી બહાર પાડ્યા. ટેસ્ટિંગ સફળ થતા જિયો 5G પ્લને પણ બહાર પાડશે.

આ 12 પ્લાન બંધ કર્યા
ડેટા એડ-ઓનના 151, 555, અને 659 રૂપિયાના પ્લાન બંધ કર્યા છે. 333, 499, 583, 601, 783, 799, 1066, 2999 અને 3119 રૂપિયાના રેગ્યુલર રિચાર્જ પ્લાન પણ બંધ કર્યા છે. આ તમામ પ્લાનમાં યુઝર્સને ડિઝની+હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મળતું હતું.

પ્લાન બંધ કરવાનું કારણ
ભારતીય એરટેલ અને જિયોએ એક ઓક્ટોબરથી દેશના કેટલાક શહેરમાં 5G સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. એરટેલે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલિગુડી, નાગપુર અને વારાણસીમાં સર્વિસ શરૂ કરી છે. જિયોએ દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને વારાણસીમાં સર્વિસ શરૂ કરી છે.

600 MBPSની સ્પીડ મળી રહી છે
જે શહેરોમાં 5G સર્વિસ શરૂ થઈ છે, ત્યાં યુઝર્સે ટ્વિટર પર ફરિયાદ કરી છે કે 5G સ્પીડ શરૂ થતા ડેટા સેકેન્ડોમાં પૂરો થઈ જાય છે. ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે, 5G ઈન્ટરનેટની સ્પીડ 500થી 600 MBPS સુધીની છે.

જિયો પોતાના યુઝર્સને અનલિમિટેડ 5G ઈન્ટરનેટ આપી રહ્યું છે. એરટેલ તેના વપરાશકર્તાઓના અગાઉના પ્લાનમાં 5G ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી રહી છે. જો કે, બંને પ્લેટફોર્મે હજુ સુધી તેમના 5G પ્લાન જાહેર કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...