એમેઝોન કંપની 18,000થી વધુ કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. પાછલાં કેટલાંક વર્ષોમાં એમેઝોને મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરી હતી, પરંતુ હવે મંદીની આશંકા વચ્ચે કર્માચારીઓને ઓછા કરવામાં આવી રહ્યા છે. આ છટણીથી ઘણી ટીમને અસર થશે. સૌથી વધુ કર્મચારી એમેઝોન સ્ટોર અને પીપલ, એક્સપિરિયંસ એન્ડ ટેક્નોલોજી(PXT) ટીમમાંથી કાઢવામાં આવી રહ્યા છે.
આ અગાઉ કંપનીએ પાછલા વર્ષે નવેમ્બરમાં 10,000 કર્મચારીની છટણીની જાહેરાત કરી હતી. ત્યારે સપ્ટેમ્બરના અંત સુધી એમેઝોન પાસે 15 લાખથી વધુ કર્મચારી હતા, જે તેને સૌથો મોટું અમેરિકી એમ્પ્લોયર્સમાંનું એક બનાવે છે. દરમિયાન એમેઝોનના આ નિર્ણયના કારણે તેના શેરમાં 2%ની તેજી જોવા મળી હતી. જોકે એ બાદ શેર લગભગ ફ્લેટ બંધ થયો હતો.
સેપરેશન પેમેન્ટ, ઈન્શ્યોરન્સ મળશે
એમેઝોન CEO એન્ડીએ કહ્યું હતું કે 'જે લોકો આ છટણીથી પ્રભાવિત થયા છે તેમને અમે એક સેપરેશન પેમેન્ટ, ટ્રાન્ઝિશનલ હેલ્થ ઈન્શ્યોરેન્સ બેનિફિટ અને એક્સટર્નલ જોબ પ્લેસમેન્ટ સપોર્ટ આપી રહ્યાં છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે 'આ છટણીમાં પ્રભાવિત થયેલા લોકોના યોગદાનનો હું ઘણો આભારી છું. ત્યારે જે લોકો અમારી સાથે આગળની યાત્રા ચાલુ રાખી રહ્યા છે તેમની પાસે દર દિવસે ગ્રાહકોના જીવનને વધુ સારું અને સરળ બનાવવા માટે પાર્ટનરશિપની આશા કરું છું.'
એક કર્મચારીએ જાણકારી લીક કરી
તેમણે કહ્યું હતું કે 'અમે સામાન્ય રીતે આ પ્રકારનું કોમ્યુનિકેશન જે લોકોનો આ બાબતોમાં સમાવેશ થતો હોય છે તેમની સાથે વાત કર્યા પછી જ નિર્ણયો લેતા હોઈએ છીએ, પરંતુ અમારા એક કર્મચારીએ આ જાણકારીને લીક કરી દીધી હતી, આ જ કારણે અમે નક્કી કર્યું કે પહેલા આ જાણકારીને લાગુ કરવાનું સારું રહેશે. અમે 18 જાન્યુઆરીથી કર્મચારીઓ સાથે કોમ્યુનિકેટ કરવા માગીએ છીએ.'
કર્મચારીઓને અન્ય નોકરી શોધવાનું જણાવાયું
થોડા દિવસ અગાઉ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ પોતાના થોડીક અનપ્રોફિટેબલ યુનિટ્સમાં કામ કરવાવાળા એમ્પ્લોયીઝને કોઈ અન્ય જગ્યાએ નોકરી શોધવાનું જણાવ્યું હતું, કારણ કે કંપનીના ઘણા પ્રોજેક્ટ્સ બંધ કે જલદી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
હાયરિંગ અને ઈન્વેસ્ટમેન્ટ્સને બેલેન્સ કરવા માગે છે
કંપની પહેલાંથી જ હાયરિંગને ફ્રીઝ કરવાની જાહેરાત કરી ચૂકી છે. કંપનીએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે 'અમે એક અસામાન્ય મેક્રો ઇકોનોમિક એન્વાયર્નમેન્ટનો સામનો કરી રહ્યા છે. આ એન્વાયર્નમેન્ટ વચ્ચે અમે અમારી હાયરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ્સને બેલેન્સ કરવા માગીએ છીએ. આ પહેલીવાર નથી, અમે અગાઉ પણ ઘણીવાર ચેલેંજિંગ ઇકોનોમીનો સામનો કર્યો છે.'
માણસોની જગ્યા રોબોટ લઈ રહ્યા છે
કંપની કામ કરવા માટે ઘણા યુનિટમાં રોબોટના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ડિલિવર કરવામાં આવતા લગભગ 3 ક્વાર્ટર પેકેટ્સ આ સમયે કોઈ ને કોઈ રોબોટિક સિસ્ટમમાંથી પ્રસાર થયાં છે. એમેઝોન રોબોટિક્સના ચીફ ટાઈ બ્રાડીએ કહ્યું હતું કે 'આગામી 5 વર્ષમાં પેકેજિંગમાં 100% રોબોટિક સિસ્ટમ થઈ શકે છે.' તેમણે સંકેત આપ્યો હતો કે આગામી સમયમાં માણસોની જગ્યા રોબોટ લઈ લેશે, પરંતુ એમાં હજી ઘણીવાર લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.