5 કંપનીઓના IPO લાવવાની ગૌતમ અદાણીની યોજના:દેવું ઘટાડવામાં મદદ મળશે, એરપોર્ટથી લઈને માઈનિંગ યુનિટ અલગ થશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 2026 અને 2028 વચ્ચે પાંચ કંપનીઓના IPO લાવવાની યોજના બનાવી છે. આનાથી પોર્ટ-ટુ-પાવર ગ્રુપને તેમના લોન રેશિયોમાં સુધારો કરવામાં અને તેમના રોકાણકારોનો બેઝ વધારવામાં મદદ મળશે. બ્લૂમબર્ગે આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે.

અદાણી ગ્રૂપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જુગશિન્દર સિંઘે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ એકમો બજારમાં આવવા માટે તૈયાર થશે." તેમણે કહ્યું કે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ, અદાણી કોનેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ગ્રુપના મેટલ અને માઇનિંગ યુનિટ સ્વતંત્ર એકમો બનશે.

વૃદ્ધિ માટે ડિમર્જર જરૂરી
સિંઘે જણાવ્યું હતું કે એરપોર્ટ ઓપરેટર્સ જેવા વ્યવસાયો લગભગ 300 મિલિયન ગ્રાહકોને સેવા આપતા ગ્રાહક પ્લેટફોર્મ છે અને વધુ વૃદ્ધિ માટે, તેઓએ સ્વ-સંચાલિત કરવાની અને તેમની મૂડીની જરૂરિયાતોનું સંચાલન કરવાની જરૂર છે.

5 એકમો માટે સ્કેલ ઉપલબ્ધ છે
સિંહે કહ્યું, '5 એકમો માટેનું સ્કેલ પહેલેથી જ અસ્તિત્વમાં છે. એરપોર્ટ બિઝનેસ પહેલેથી જ સ્વતંત્ર છે, જ્યારે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ ગ્રીન એનર્જીમાં મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. અદાણી રોડ દેશને એક નવું બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર મોડલ બતાવી રહ્યું છે, જ્યારે ડેટા સેન્ટરનો બિઝનેસ આગળ વધશે. મેટલ્સ અને માઇનિંગ અમારી એલ્યુમિનિયમ, કોપર અને માઇનિંગ સેવાઓને આવરી લેશે.

અદાણી એન્ટરપ્રાઇઝિસ FPO 27 જાન્યુઆરીએ ખુલશે
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પણ 27 જાન્યુઆરીએ ખુલી રહી છે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 3,112-3,276 છે. જો આપણે પ્રાઇસ બેન્ડના નીચલા છેડા પર નજર કરીએ, તો સ્ટોક લગભગ 10%ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. એફપીઓમાં રિટેલ રોકાણકારોને પ્રતિ શેર રૂ. 64નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

કંપની 100% બુક-બિલ્ટ ઓફર હેઠળ આંશિક ચૂકવણીના ધોરણે નવા શેર જારી કરશે. FPO હેઠળ, કર્મચારી ક્વોટા 5%, રિટેલ 35% અને બિન-સંસ્થાકીય 15% પર નિર્ધારિત કરવામાં આવ્યો છે. એન્કર ઇન્વેસ્ટર માટેનો FPO બે દિવસ અગાઉ એટલે કે 25મી જાન્યુઆરીએ ખુલશે. FPO હેઠળ મેળવેલા શેર 7 ફેબ્રુઆરી સુધીમાં ડીમેટ ખાતામાં જમા થઈ જશે. આ શેર 8 ફેબ્રુઆરીથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...