પેનલની રચના:સ્ટોક બ્રોકર્સ માટે સાયબર સુરક્ષા માળખું તૈયાર કરાશે : સેબી

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સેબી સ્ટોક બ્રોકર્સ માટે સાયબર સુરક્ષા માળખું બહાર લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સાયબર છેતરપિંડી, ડેટા લીક અને ટ્રેડિંગ એકાઉન્ટના હેકિંગ દ્વારા સંભવિત જોખમોની અસરને ઘટાડવામાં મદદ કરશે તેવો નિર્દેશ ટોચના અધિકારીએ રજૂ કર્યો હતો.

એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI)ના પ્રમુખ કમલેશ શાહે જણાવ્યું હતું કે સ્ટોક બ્રોકર્સ તેમજ તેમના ગ્રાહકોને સુરક્ષિત રાખવાના હેતુથી ફ્રેમવર્કમાં સાયબર હુમલાને રોકવા અને સાયબર સ્થિતિ સ્થાપકતામાં સુધારો કરવાના પગલાં, સાધનો અને પ્રક્રિયાઓનો સમાવેશ કરાશે.

આ પગલું કેપિટલ માર્કેટ રેગ્યુલેટરના રોકાણકારોની સુરક્ષા પદ્ધતિનો એક ભાગ છે. સેબીએ માર્ગદર્શિકા ઘડવા માટે એક પેનલની રચના કરી છે જેમાં નિયમનકાર, સ્ટોક એક્સચેન્જ અને ANMI, સ્ટોક બ્રોકરોના જૂથના પ્રતિનિધિઓ સમાવિષ્ટ છે.

સેબી ડિસેમ્બર અંત સુધીમાં ડ્રાફ્ટ રજૂ કરશે
ડિસેમ્બરના અંત સુધીમાં સેબીને માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ રજૂ કરી શકે છે પરંતુ અંતિમ નિયમો લાગુ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે. સમિતિ એવા ઉકેલ પર કામ કરી રહી છે જે નાના બ્રોકરોને પણ પોસાય તેમ હશે નહીં તો ફ્રેમવર્કનો સમગ્ર હેતુ નિષ્ફળ જશે. સેબીએ જૂનમાં સ્ટોક બ્રોકરોને આવી ઘટનાઓ તપાસ્યાના છ કલાકની અંદર તેમના દ્વારા અનુભવાયેલા તમામ સાયબર હુમલાઓ, ધમકીઓ અને ઉલ્લંઘનોની જાણ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...