છેતરપિંડી:બેન્કોમાં સાઇબર ફ્રોડ છેલ્લાં પાંચ વર્ષમાં 21 ગણા વધ્યાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરના વર્ષોમાં દેશની બેન્કોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે, સાથે સાથે સાયબર ફ્રોડના કિસ્સાઓ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 5 વર્ષમાં સિટીઝન સાયબર ફાઈનાન્શિયલ ફ્રોડ (CCFF)ના કેસ 21 ગણાથી વધુ વધી ગયા છે. મૂલ્યના સંદર્ભમાં આ પ્રકારની છેતરપિંડીઓમાં લગભગ 300 ટકાનો વધારો થયો છે.

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન, જ્યાં બેન્કોએ કાર્ડ/ઈન્ટરનેટ ફ્રોડના 3223 કેસ નોંધ્યા હતા એટલે કે એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડીના કેસો નાણાકીય વર્ષ 2020-21માં વધીને 69,410 થયા છે. રકમના સંદર્ભમાં, જ્યારે 2016-17માં કુલ રૂ. 45.56 કરોડની છેતરપિંડી નોંધાઈ હતી, તે 2020-21માં વધીને રૂ. 200 કરોડથી વધુ થઈ હતી. ઉલ્લેખનીય છે કે બેન્ક ગ્રાહકો સાથે સાયબર ફ્રોડની મોટાભાગની ફરિયાદો ખાનગી બેન્કો સાથે સંબંધિત છે. બેન્ક ગ્રાહકો સાથે સાયબર ફ્રોડના વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. વર્ષ 2016-17 દરમિયાન, મહારાષ્ટ્રમાં ગ્રાહકો સામે કાર્ડ/ઈન્ટરનેટ લિંક્ડ બેંકિંગ છેતરપિંડીના 1,075 કેસ નોંધાયા હતા, જે 2020-21માં વધીને 26,522 થઈ ગયા હતા. ટેક્નોલોજીના કારણે વૃદ્ધિ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...