ભાસ્કર ઇન્ટરવ્યૂ:ક્રિપ્ટો પર પ્રતિબંધ મુકાવાની શક્યતા નથી, લાગશે તો પણ કોઈના પૈસા નહીં ડૂબે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ક્રિપ્ટોકરન્સીની આસપાસની અનિશ્ચિતતા વચ્ચે નવા રોકાણકારો તેના તરફ આકર્ષાઈ રહ્યા છે. દેશના અગ્રણી ક્રિપ્ટો એક્સચેન્જ કોઇન ડીસીએક્સના સીઇઓ સુમિત ગુપ્તાએ દૈનિક ભાસ્કરના અજય તિવારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતમાં ક્રિપ્ટો પર પ્રતિબંધની કોઈ શક્યતા નથી,પરંતુ તેમ થશે તો પણ રોકાણકારોના પૈસા નહીં ડૂબે. નીચે મૂજબ છે વાતચીતના મુખ્ય અંશો...

  • ભારતમાં કેટલા ક્રિપ્ટોકરન્સી રોકાણકારો છે? અત્યાર સુધીમાં કેટલા કરોડનું રોકાણ થયું?

ક્રિપ્ટોમાં રોકાણનો ડેટા એકત્રિત કરવા માટે કોઈ સરકારી એજન્સી નથી,તેથી ચોક્કસ આંકડા આપવા મુશ્કેલ છે. પરંતુ ખાનગી અને મીડિયાના આંકડા દર્શાવે છે કે ભારતમાં કરોડો લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે. આ આંકડો સતત વધી રહ્યો છે.

  • ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે ભારતમાં હાલમાં કેટલા પ્લેટફોર્મ અથવા ભારતીય એક્સચેન્જો છે?

હાલમાં ભારતમાં કોઇન ડિસીએક્સ સહિત 19 પ્લેટફોર્મ કાર્યરત છે,જેના દ્વારા વ્યક્તિ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકે છે. વેબ-આધારિત પ્લેટફોર્મ ઉપરાંત, હવે એપ દ્વારા, લોકો તેમના મોબાઇલ ફોન દ્વારા ક્રિપ્ટોકરન્સી ખરીદી અને વેપાર પણ કરી શકે છે.

  • ભારતમાં ક્રિપ્ટો સંબંધિત કોઈ નિયમો અને કાયદા નથી. કેવા પ્રકારના નિયમો બનાવવા જોઈએ?

સરકાર ક્રિપ્ટો માટે નિયમનકારી માળખું બનાવવાના પ્રયાસો કરી રહી છે. એકવાર આ માળખું સ્થાપિત થઈ જાય અમે આ ઉદ્યોગને આગળ વધતા જોઈશું. નિયમોના અમલીકરણ સાથે, ક્રિપ્ટો પર ટેક્સ સ્પષ્ટ થશે અને રોકાણકારો આ એસેટ ક્લાસમાં રોકાણ કરશે. આ સમગ્ર ક્રિપ્ટો ઇકોસિસ્ટમને મદદ કરશે અને ક્રિપ્ટોની અનિશ્ચિતતાને દૂર કરશે

  • RBIએ કહ્યું છે કે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો જોઈએ. શું ભારતમાં આવું થઈ શકે?

સુપ્રીમ કોર્ટે 2020માં આરબીઆઈના આદેશને ફગાવી દીધો હતો. ત્યારથી ક્રિપ્ટો ઉદ્યોગના પ્રતિનિધિઓ અને દેશના નાણાકીય બજારોને નિયંત્રિત કરતી વિવિધ એજન્સીઓ વચ્ચે ઘણી ચર્ચા થઈ છે. અમે માનીએ છીએ કે આખરે એજન્સીઓ સંકળાયેલા જોખમોને બદલે આ ઉદ્યોગના લાભો પર ધ્યાન કેન્દ્રિત કરશે અને મજબૂત નિયમો બનાવવા માટે કામ કરશે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો રોકાણકારોના પૈસાનું શું થશે?
આવું થવાની શક્યતા નથી. જો આમ થશે તો પણ રોકાણકારો પર કોઈ નકારાત્મક અસર નહીં થાય. તેઓ ચોક્કસ સમયગાળામાં તેમના હોલ્ડિંગને ફડચામાં લઈ શકશે. બજારની તાકાત ક્રિપ્ટો ભાવોને પ્રભાવિત કરવાનું શરૂ કરી રહ્યા છે. તેનું નવીનતમ ઉદાહરણ ચીનમાં સંકટના સમાચાર પછી
જોવા મળ્યું છે.

શું સરકારે ક્રિપ્ટો કરન્સી માટે નિયમો બનાવવા અંગે તમારી સાથે વાત કરી છે?
કોઇનડીસીએક્સએ ઉદ્યોગને લગતી ચિંતાઓ અને પગલાં અંગે વિવિધ સરકારી એજન્સીઓ સાથે વાત કરી છે. અમે અમારા સૂચનો સરકાર સુધી પહોંચાડ્યા છે અને ઉદ્યોગના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ બાબતોને આગળ વધારવાનું ચાલુ રાખીશું.

અન્ય સમાચારો પણ છે...