ક્રૂડઓઇલની તેજીના કારણે ખાદ્યતેલોમાં ઝડપી તેજી જોવા મળી છે. રશિયા-યુક્રેન યુધ્ધના કારણે પુરવઠામાં વિક્ષેપ પડશે તેવા અહેવાલે ભાવ ઝડપી વધી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ત્રણ માસમાં સરેરાશ 70 ટકાથી વધુ વધી 113 ડોલરની સપાટીએ પહોંચ્યું છે જેના કારણે ખાદ્યતેલોની કિંમતો 15-20 ટકા ઉંચકાઇ છે. ક્રૂડપામ ઓઈલના ભાવ પ્રથમ વખત પ્રતિ ટન RM8,000 ની ટોચે પહોંચ્યા હતા કારણ કે ગ્રાહકોએ તેલની અછત વચ્ચે તેલનો સ્ત્રોત મેળવવામાં આક્રમક બન્યા છે.
સનફ્લાવરતેલ રશિયા-યુક્રેન કટોકટી કારણે યુક્રેનપોર્ટ બંધ થવાથી આ પ્રદેશમાંથી પુરવઠાને અસર થવાના કારણે માંગ વધવાની સંભાવનાને પગલે મલેશિયન પામ ઓઇલ ફ્યુચર્સ 7% કરતા વધુની વિક્રમી ટોચે પહોંચી ગયા હતા. યુક્રેનમાં પોર્ટ બંધ થવાથી ખરીદદારોને પુરવઠામાં અસ્થાયી રૂપે ઘટાડો થશે. મુખ્યત્વે પામ અને સોયાતેલ યુક્રેન વૈશ્વિક નિકાસના 47% બજાર હિસ્સા સાથે સનફ્લાવરતેલનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. જ્યારે વૈશ્વિક નિકાસમાં રશિયાનો હિસ્સો 29.9% છે. 2020 અને 2021માં વૈશ્વિક સનફ્લાવરતેલના ઉત્પાદનમાં આ બે દેશોનો હિસ્સો 60% હતો. પામ અને સોયાતેલ પછી સનફ્લાવર વિશ્વનું ત્રીજું સૌથી વધુ વેપાર થતું ખાદ્યતેલ છે.
પ્રથમ વખત ચાર મોટા ખાદ્યતેલોમાં પામતેલ સૌથી મોંઘુ બન્યું છે. રશિયાના યુક્રેન પરના આક્રમણને કારણે નિકાસ કરતા ટોચના પ્રદેશમાંથી સનફ્લાવરતેલના શિપમેન્ટને સુરક્ષિત કરવા ખરીદદારો આક્રમક બન્યા છે. પામ ઓઈલનું રેકોર્ડ પ્રીમિયમ એશિયન માર્કેટ પર અસર પડી છે.
મેટલ્સ, શિપિંગ-ખાદ્યતેલોની કિંમતોમાં ઝડપી તેજી
ખાદ્યતેલ, પિગ આયર્ન અને શિપિંગ ખર્ચમાં વધારો કર્યો છે. ભારત યુક્રેન અને રશિયા પાસેથી અનુક્રમે 17 લાખ ટન અને બે લાખ ટન સનફ્લાવરતેલની આયાત કરે છે. ખાદ્યતેલ ઉદ્યોગ પર તેની અસર થઈ નથી પરંતુ વિતરકો વધુ નફો મેળવી રહ્યા છે. ખાદ્યતેલના ભાવ પહેલેથી જ 17-20 રૂપિયા પ્રતિ લિટર વધી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.