ભાસ્કર ઈનસાઈટ:ક્રૂડ 7.3 ડૉલર સસ્તું, કંપનીઓ ભાવ ઘટાડે તો પેટ્રોલ ~8 સસ્તું થઈ શકે

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રૂડ જુલાઈના સ્તર પર, પરંતુ ગ્રાહકોને રાહત નહીં

સરકારી ઓઇલ કંપનીઓની નફાખોરી ફરી એક વાર આપણા ખિસ્સા પર ભારે પડી રહી છે. ડિસેમ્બરમાં કાચા તેલ (ક્રૂડ)ના ભાવ ઘટ્યા. તે હિસાબથી કંપનીઓ ભાવ ઘટાડે તો પેટ્રોલ 8 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લિટર સસ્તા થશે. દિવાળીથી ઠીક પહેલાં કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 5 રૂ./લિટર, જ્યારે ડીઝલ 10 રૂ./લિટર ઘટાડી હતી.

મોટા ભાગનાં રાજ્યોએ પણ વેટ ઘટાડ્યો. તેનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થોડો ઘટાડો આવ્યો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોના કારણે કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ. ક્રૂડ નવેમ્બરમાં 80.64 ડૉલરના મુકાબલે ડિસેમ્બરમાં 73.30 ડૉલર/પ્રતિ બેરલ રહ્યું. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ નક્કી થાય છે.

એવામાં જ્યારે ભાવ ઘટાડવાનો વારો આવે તો સરકારી કંપનીઓ લોકોને રાહત આપવાને બદલે નફાખોરીમાં લાગી ગઈ. રેટિંગ એજન્સી ઇક્રાના વાઇસ પ્રેસિડન્ટ અને પેટ્રોલિયમ મામલાના વિશેષજ્ઞ પ્રશાંત વશિષ્ઠ કહે છે- કિંમતોની સમીક્ષાનો ઉદ્દેશ્ય હતો કે ક્રૂડની કિંમતોમાં તેજી આવે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધે, ક્રૂડ સસ્તું થાય તો ભાવ ઘટે.

ઓઇલ કંપનીઓનો નફો પ્રી-કોવિડ લેવલથી પણ અનેકગણો વધી ગયો
દેશની ત્રણ મોટી ઓઇલ કંપનીઓ IOCL, BPCL અને HPCLના સપ્ટેમ્બર ક્વાર્ટરનાં પરિણામોને જોઈએ તો તેમનો ટેક્સ પહેલાનો નફો પ્રી-કોવિડ અવધિથી પણ અનેકગણો વધી ગયો છે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની આઇઓસીએલનો નફો સપ્ટેમ્બર-2019 395 કરોડ ટેક્સ પહેલાની તુલનામાં 20 ગણો વધી 8370 કરોડ રૂપિયા થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...