તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Crude Imports Down 10% To Rs 7.66 Lakh Crore, Crude Import Expenditure Estimated At Rs 4.84 Lakh Crore This Year

શક્યતા:ક્રૂડ આયાત 10% ઘટી 7.66 લાખ કરોડ, આ વર્ષે ક્રૂડ આયાત ખર્ચ 4.84 લાખ કરોડ રહેવાનો અંદાજ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્રૂડના ભાવ અને વપરાશમાં ઘટાડાને લીધે ગત નાણા વર્ષમાં ક્રૂડ આયાત ખર્ચમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના અસ્થાયી આંકડાઓ અનુસાર, 2019-20માં દેશનો કુલ ક્રૂડ ઓઈલ આયાત ખર્ચ ઘટી રૂ. 7.66 લાખ કરોડ નોંધાયો છે. જે 2018-19માં રૂ. 8.46 લાખ કરોડ હતો. કોરોના વાયરસ સંકટને લીધે વિશ્વભરમાં માગ ઘટવા તેમજ પ્રાઈસ વોર છેડાયા બાદ ક્રૂડના વૈશ્વિક ભાવ ઘટી 30 ડોલર પ્રતિ બેરલે પહોંચ્યા છે. ગતવર્ષે સપ્ટેમ્બર અને આ વર્ષે જાન્યુઆરીમાં ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 70 ડોલર આસપાસ બોલાઈ રહ્યા હતા.

આયાતનો વોલ્યુમ વધ્યો હોવા છતાં ખર્ચ ઘટ્યો: ગત વર્ષે ક્રૂડ આયાતનુ વોલ્યુમ વધ્યુ હોવા છતાં દેશનો ક્રૂડ આયાત ખર્ચ ઓછો થયો છે. ગત નાણા વર્ષમાં ક્રૂડ આયાતનો વોલ્યુમ નજીવા વધારા સાથે 22.7 કરોડ ટન નોંધાયુ હતુ. જે 2018-19માં 22.65 કરોડ ટન હતુ. ક્રૂડ આયાત ખર્ચમાં ઘટાડા પાછળનુ મુખ્ય કારણ તેના ભાવમાં નોંધાયેલો કડાકો જવાબદાર છે. માર્ચમાં ક્રૂડના વૈશ્વિક ભાવ 50 ટકા સુધી ઘટ્યા હતા.

આ વર્ષે ક્રૂડ આયાત ખર્ચ 4.84 લાખ કરોડ રહેવાનો અંદાજ
20 ડોલર પ્રતિ બેરલના ઐતિહાસિક તળિયે પહોંચ્યા હતા. ચાલુ નાણા વર્ષમાં તેના ભાવ 30-40 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહેવાનો આશાવાદ છે. જેના લીધે આ વર્ષે દેશનો ક્રૂડ આયાત ખર્ચ ઘટી છેલ્લા ઘણા વર્ષોના નીચલા સ્તરે પહોંચવાનો અંદાજ છે. સંભવ છે કે, ચાલુ નાણા વર્ષમાં દેશો ક્રૂડ આયાત ખર્ચ ઘટી 6400 કરોડ ડોલર નોંધાઈ શકે છે. 2016માં દેશનો ક્રૂડ આયાત ખર્ચ આટલો નોંધાયો હતો. તે વર્ષે ક્રૂડના ભાવ ઘટી 26 ડોલર પ્રતિ બેરલ હતા.

અન્ય સમાચારો પણ છે...