ફુગાવો નરમ:ક્રૂડ-ખાદ્ય પદાર્થોની કિંમત ઘટતા જથ્થાબંધ ફુગાવો ઘટી 11.16%

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફુગાવાનો દર છેલ્લા કેટલાક સમયથી સતત વધતો હતો તેને બ્રેક લાગી છે. જુલાઇ માસમાં ક્રૂડઓઇલની કિંમતો અને ખાધ ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો થવાના કારણે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો સતત બીજા મહિને નરમ રહ્યો હતો. જથ્થાબંધ ફુગાવાનો દર ઘટીને 11.16 ટકા રહ્યો છે. જો કે, ડબલ્યુપીઆઈ ફુગાવો જુલાઈમાં સતત ત્રીજા મહિને ડબલ ડિજિટમાં રહ્યો હતો. ગતવર્ષના ડિફ્લેશનની સામે ચાલુ વર્ષે વધુ રહ્યો છે. ગતવર્ષે જુલાઇમાં ફુગાવો -0.25 ટકા રહ્યો હતો.

જુલાઈ 2021 માં ફુગાવાનો ઉંચો દર મુખ્યત્વે ઓછી બેઝ ઇફેક્ટ અને ક્રૂડ પેટ્રોલિયમ-કુદરતી ગેસના ભાવમાં વધારાને કારણે રહ્યો છે. ખનિજ તેલ, ધાતુઓ જેવા ઉત્પાદિત ઉત્પાદનો ખાદ્ય વસ્તુઓ, કાપડ, કેમિકલ્સ અને રાસાયણિક ઉત્પાદનો વગેરે સંબંધિત સરખામણીમાં અગાઉના વર્ષની તુલનાએ વધ્યો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ડુંગળીના ભાવમાં વધારો થયો હોવા છતાં જુલાઈમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો સતત ત્રીજા મહિને નબળો રહ્યો હતો અને જુલાઈમાં ‘શૂન્ય’ ટકા હતો, જે જૂનમાં 3.09 ટકા હતો. ડુંગળીનો ફુગાવો 72.01 ટકા હતો. જુલાઈમાં ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો ફુગાવો 40.28 ટકા હતો, જે જૂનમાં 36.34 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનો ફુગાવો જુલાઇમાં 11.20 ટકા રહ્યો છે જે જુનમાસમાં 10.88 ટકા રહ્યો હતો.

RBI ફુગાવાના ટાર્ગેટ બાદ વ્યાજમાં ફેરફાર કરશે
ફુગાવાના ઊંચા દરના કારણે છેલ્લા કેટલાક સમયથી આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. વ્યાજદરમાં ફેરફાર કરતા પૂર્વે ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. આરબીઆઇએ2021-22 દરમિયાન રિટેલ ફુગાવો 5.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું, જે તેના અગાઉના 5.1 ટકાના અંદાજથી વધારે છે. ગયા અઠવાડિયે રજૂ કરવામાં આવેલા અહેવાલ દર્શાવે છે કે જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટીને 5.59 ટકા રહ્યો છે જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો છે.

અન્ય સમાચારો પણ છે...