• Home
  • Business
  • Crude fell in six years but ordinary people continue to pay more taxes as the government raises excise duty

કોરોના વચ્ચે મોંઘવારી / છ વર્ષમાં ક્રૂડ ઘટ્યું પણ સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારતા સામાન્ય માણસો વધુ ટેક્સ ચુકવતા રહ્યા

Crude fell in six years but ordinary people continue to pay more taxes as the government raises excise duty
X
Crude fell in six years but ordinary people continue to pay more taxes as the government raises excise duty

  • ત્રણ સપ્તાહમાં પેટ્રો પેદાશોના ભાવમાં 22 વાર વધારો થયો
  • ભાવ વધારા સામે કોંગ્રેસ આજે દેશવ્યાપી પ્રદર્શન કરી રહી છે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 01:18 PM IST

નવી દિલ્હી. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વસૂલ કરે છે અને રાજ્ય સરકારો વેલ્યુ એડેડ ટેક્સ વસૂલ કરે છે. એપ્રિલ 2014માં જયારે ક્રૂડ તેલ પ્રતિ બેરલ આશરે 105 ડોલર હતું, ત્યારે દિલ્હીમાં ડીઝલ લગભગ રૂ. 55 પ્રતિ લિટર વેચતું હતું. આમાં બેઝ પ્રાઈસ, ભાડુ અને ડીલર કમિશનના રૂ. 45.5 હતું. આની ઉપર, સરકાર ટેક્સ તરીકે રૂ. 10 વસુલતી હતી. એટલે કે, એક લીટર ડીઝલ માટે જેટલા પૈસા ચુકવતા હતા તેમાં સરકાર 18% ટેક્સ વસુલતી હતી.

હવે આપણે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરીએ. હાલમાં ક્રૂડ તેલ 40 ડોલર પ્રતિ બેરલ છે. 16 જૂનના પ્રાઈસ બ્રેકઅપ મુજબ ડીઝલની કિંમત દિલ્હીમાં રૂ. 75.19 હતી. બેઝ પ્રાઈસ, ભાડુ અને ડીલર કમિશન રૂ. 25.76 હતું. આની ઉપર સરકાર ટેક્સ રૂપે રૂ. 50 વસુલી રહી છે. એટલે કે, તમે લિટર ડીઝલ માટે જે ચૂકવણી કરો છો તેના 66% સરકાર ટેક્સ લઈ રહી છે.

મેટ્રો શહેરોમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ (રૂપિયા/લિટર) વધારો (પૈસા) ડીઝલ (રૂપિયા/લિટર) વધારો (પૈસા)
દિલ્હી 80.43 5 80.53 13
મુંબઈ 87.19 5 78.83 12
કોલકાતા 82.10 5 75.64 12
ચેન્નઈ 83.63 4 77.72 11

7 જૂનથી ડીઝલના દરમાં 22 વાર વધારો થયો છે
સોમવારે પેટ્રોલ 5 પૈસા અને ડીઝલ 13 પૈસા મોંઘુ થયું છે. આ વધારા સાથે, દિલ્હીમાં ડીઝલનો દર લિટર દીઠ રૂ .80.53 ના નવા સ્તરે પહોંચ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ કરતા ડીઝલ મોંઘુ થઈ રહ્યું છે. 7 જૂનથી ડીઝલના દરમાં 22 વાર વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ડીઝલ રૂ. 11.14 મોંઘુ થઈ ગયું છે.

પેટ્રોલ 3 અઠવાડિયામાં 9.17 પૈસા મોંઘુ થયું
તેલ કંપનીઓએ 7 જૂનથી ભાવ વધારવાનું શરૂ કર્યું છે. ત્યારબાદથી પેટ્રોલના દરમાં 21 દિવસ વધારો કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન પેટ્રોલ રૂ. 9.17 મોંઘુ થઈ ગયું છે. કોરોનામાં પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારા બાદ કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ આજે દેશભરમાં દેખાવો કરી રહી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી