યુદ્ધની અસર:ક્રૂડ 13 વર્ષની ટોચે, સેન્સેક્સ તળિયે

નવી દિલ્હી/મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રશિયા પાસેથી ક્રૂડની ખરીદી નહીં કરવાની ધમકીથી ક્રૂડ 139.13 ડૉલર થયો
  • યુદ્ધના 12 દિવસમાં ક્રૂડ 44 % મોંઘું થયું, ભારતીય શેરબજારોમાં 14.6 લાખ કરોડનું ધોવાણ

રશિયા-યુક્રેન યુદ્ધની સીધી અસર હવે ભારત પર પડવાની શરૂ થઈ ગઈ છે. સોમવારે યુરોપે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલની ખરીદી બંધ કરવાની ધમકી ઉચ્ચારી હતી. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 118.11 ડોલરથી 17.80 ટકા વધીને 139.13 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. આ સાથે ક્રૂડના ભાવ છેલ્લા 13 વર્ષ અને 8 મહિનાની ટોચે પહોંચી ગયા છે.

ગત 24 ફેબ્રુઆરીએ યુદ્ધનો પ્રારંભ થયો હતો. ત્યારે ક્રૂડનો ભાવ 96.84 ડોલર પ્રતિ બેરલ હતો, જેમાં અત્યાર સુધીમાં 43.67 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને પગલે પેટ્રોલના ભાવમાં 2 નવેમ્બર 2021 પછી વધારો કરાયો નહોતો. 2 નવેમ્બરના રોજ ભારતીય ક્રૂડ બહાસ્કેટની સરેરાશ 73 ડોલર પ્રતિ બેરલ હતી. વર્તમાન વેરાઓ મુજબ ક્રૂડમાં એક ડોલરના વધારાથી પેટ્રોલના ભાવ 55 પૈસા વધે છે. એ હિસાબે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 23 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

એક્સપર્ટ: શોર્ટટર્મ માર્કેટમાં સેન્ટિમેન્ટ નેગેટિવ રહેશે
રશિયા-યુક્રેન વોર, ક્રૂડમાં આક્રમક તેજી, રૂપિયામાં સતત ઘટાડો તથા વિદેશી રોકાણકારોની એક્ઝિટ જળવાઇ રહેતા બજારમાં કરેક્શનનો માહોલ છે. આગામી ટુંકાગાળા માટે બજારમાં હજુ ફંડામેન્ટલ નરમાઇ તરફી સાંપડી રહ્યાં છે. ક્રૂડની તેજીના કારણે સ્થાનિકમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઝડપી વધશે જે મોંઘવારી વધારશે. સુધારા માટે હાલ કોઇ ફેક્ટર નથી. હાલના દરેક ઘટાડે રોકાણકારોએ ખરીદી માટે ઉત્તમ તક રહેલી છે.
- જિગ્નેશ માધવાણી, ટોરીન વેલ્થ ગ્રૂપ.
દોઢ વર્ષ બાદ ફરી સોનું રૂ.55000, ચાંદી 71000 પાર
યુધ્ધની અસરે સોના-ચાંદીમાં આક્રમક તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઓગસ્ટ 2020 બાદ 2000 ડોલરની સપાટી કુદાવી છે જેના પગલે અમદાવાદ ખાતે સોનું ઝડપી 1600 ઉછળી 55000 ઉપર બોલાવા લાગ્યું છે. ચાંદી પણ ઝડપી 3000 વધી રૂ.71000 ક્રોસ થઇ ચૂકી છે. દોઢ વર્ષ બાદ સોના-ચાંદીમાં નવી ઉંચી સપાટી જોવા મળી છે. એનાલિસ્ટોના મતે સોના-ચાંદી આગામી ટુંકાગાળામાં રેકોર્ડ સપાટી સર કરે તેવો અંદાજ છે. સોના-ચાંદીની તુલનાએ પેલેડિયમ આક્રમક તેજી સાથે 3400 ડોલરની સપાટી કુદાવી ઓલટાઇમ હાઇ રહ્યું છે. જ્યારે પ્લેટિનમ પણ 1150 ડોલર બોલાઇ ગયું હતું. સોનું ત્રણમાસમાં 5100, ચાંદી 7500 તૂટી છે.

માર્કેટમાં હવે શું થશે?
• 2100 ડોલર ઝડપી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી થશે
• 58200 રૂપિયાની સ્થાનિક ઓલટાઇમ હાઇ સપાટી ફરી કુદાવશે
• 46 ટકાથી વધુ હિસ્સો પેલેડિયમમાં રશિયાનો, 3500 ડોલરની સંભાવના
• 28 ડોલર ચાંદી ઝડપી થશે, સ્થાનિકમાં ઝડપી 73000નું અનુમાન
• રૂપિયો નબળો પડતા આયાત પેરિટી વધશે પરિણામે તેજી જળવાશે

અન્ય સમાચારો પણ છે...