સોનું ઓલ-ટાઇમ હાઇ:56 હજારની સપાટી વટાવી, 2023માં 64,000 સુધી પહોંચી શકે છે; 75 વર્ષમાં 600 ગણા ભાવ વધ્યા

21 દિવસ પહેલા

સોનું સોમવારે ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 9 જાન્યુઆરીએ બુલિયન માર્કેટમાં સોનું રૂ.749 મોંઘું થઈને રૂ. 56 હજાર 336 પર પહોંચી ગયું હતું. અગાઉ ઓગસ્ટ 2020માં સોનું સૌથી મોંઘું બન્યું હતું. ત્યારે 10 ગ્રામની કિંમત 56 હજાર 200 રૂપિયા હતી. નિષ્ણાતોના મતે આ વર્ષે સોનાનો ભાવ 60 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

ચાંદીમાં જોરદાર ઉછાળો
ચાંદીની વાત કરીએ તો એની કિંમતમાં આજે જોરદાર તેજી આવી છે. બુલિયન માર્કેટમાં 1,186 રૂપિયા એનો ભાવ વધીને 69,074 પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે. 6 જાન્યુઆરીના રોજ 67,888 હજાર પર હતી.

2022માં સોના-ચાંદીમાં જોરદાર તેજી
ગયા વર્ષે સોના-ચાંદીની કિંમતમાં શાનદાર તેજી જોવા મળી હતી. એ વર્ષે 48,289 રૂપિયાથી વધીને 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી છે, એટલે કે 2022માં સોનાના ભાવમાં 6,5888 રૂપિયાની તેજી જોવા મળી છે. બીજી તરફ 2022માં ચાંદી 62,035 રૂપિયાથી વધીને 68,092 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી છે. એ વર્ષે કિંમતમાં 6,057 રૂપિયાની તેજી આવી છે.

2023માં 64,000 સુધી પહોંચી શકે છે કિંમત
આર્થિક અનિશ્ચિતતા વચ્ચે RBI જેવી દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ સોનાનો ભંડાર વધાર્યો છે. કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા અનુસાર, કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી વધારી, એ સકારાત્મક સંકેત છે. એને કારણે સોનાની કિંમતને સપોર્ટ મળશે. અજય કેડિયાએ કહ્યું હતું કે 2023માં સોનું 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

1947માં 88.62 રૂપિયા હતું સોનું
છેલ્લાં 75 વર્ષમાં સોનું અને ચાંદી તેજીને કારણે મોંઘાં થયાં છે. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સોનું 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હાલ 56 હજારને પાર પહોંચ્યું છે, એટલે ત્યારથી લઈને અત્યારસુધીમાં 631 ગણું(63198%) મોંઘું થયું છે. ચાંદીની વાત કરીએ તો આઝાદીથી લઈને અત્યારસુધી 644 ગણી મોંઘી થઈ છે. 1947માં ચાંદીનો ભાવ લગભગ 107 રૂપિયા કિલો હતો, હવે એ 69,074 પહોંચ્યો છે.

સોનું ખરીદતાં પહેલાં આ પાંચ બાબતનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ ખરીદો
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું જ સર્ટિફાઈટ ગોલ્ડ ખરીદો, સાથે પ્યોરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્કેટ, જ્વેલરનો માર્ક અને માર્કિંગની તારીખ પણ જરૂરથી તપાસો.

2. કિંમતને ક્રોસ ચેક કરો
સોનાનું ચોક્ક્સ વજન અને ખરીદવાના દિવસે એની કિંમત કેટલાક સ્ત્રોતો (જેમ કે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પર ક્રોસ ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.

3. કેશ પેમેન્ટ ન કરો, બિલ હંમેશાં પહેલા લો
સોનું ખરીદતાં પહેલાં કેશ પેમેન્ટ એક મોટી ભૂલ બની શકે છે. UPI(જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેન્કિગ દ્વારા પેમેન્ટ કરવું સારું રહેશે. તમે ઈચ્છો તો ડેબિટ અથવા ક્રેડિટકાર્ડના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકો છો. એના પછી બિલ લેવાનું ભૂલશો નહીં, જો ઓનલાઇન ઓર્ડર કરો છો તો પેકેજિંગ જરૂરથી ચેક કરશો.

4. વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી જ ખરીદો
છેતરપિંડીથી બચવા સોનું હંમેશાં વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી જ ખરીદો. આવા જ્વેલર્સ ટેક્સ જેવા નિયમોનું ચોક્કસથી પાલન કરે છે. કોઈપણ ભૂલ થવા પર તેમને બ્રાન્ડ વેલ્યુ ઘટી જવાની ચિંતા રહે છે.

5. રિસેલિંગ પોલિસી પણ જાણો
ઘણા લોકો સોનાને રોકાણ તરીકે જુએ છે. એવામાં જરૂરી છે કે તમને સોનાની રિસેલ વેલ્યુ વિશે સંપૂર્ણ માહિતી હોય. આ સાથે સંબંધિત જ્વેલરની બાયબેક પોલિસી પર સ્ટોર કર્મચારીઓથી વાત કરો.

અન્ય સમાચારો પણ છે...