અનુમાન:દેશનો આર્થિક વૃદ્ધિદર FY2022-23 દરમિયાન 7% રહેશે: સરકાર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશનો આર્થિક વૃદ્ધિદર નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સના નબળા પ્રદર્શનને કારણે અગાઉના વર્ષના 8.7% કરતાં ઘટીને 7% રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન પણ 2021-22ના 9.9%થી ઘટીને 1.6% રહેવાનો અંદાજ છે. જ્યારે માઇનિંગ સેક્ટરનો ગ્રોથ પણ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઘટીને 2.4% રહેવાનું અનુમાન છે જે વર્ષ 2021-22 દરમિયાન 11.5% હતો.

આગામી 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે તે પહેલા સરકાર દ્વારા આ વર્ષના આર્થિક વૃદ્ધિદરને લઇને પહેલો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. સરકાર આ અંદાજનો અનુમાન બજેટ દરમિયાન ટેક્સ રેવેન્યુની ગણતરી તેમજ અન્ય અનુમાનમાં કરશે.

વર્ષ 2022-23 દરમિયાન રિયલ જીડીપી અથવા જીડીપી રૂ.157.60 લાખ કરોડ રહેવાનું અનુમાન છે જેનો અંદાજ 2021-22 માટે રૂ.147.36 લાખ કરોડ રાખવામાં આવ્યો હતો. NSOનું અનુમાન ભારતીય રિઝર્વ બેન્કના 6.8% કરતા વધુ છે.

નોમિનલ જીડીપી અથવા અત્યારની કિંમતે GDP વર્ષ 2022-23 દરમિયાન રૂ.273.08 લાખ કરોડ રહેશે તેવી શક્યતા છે. જે માટેનો વર્ષ 2021-22 માટનો અંદાજ રૂ.236.65 લાખ કરોડ હતો. જ્યારે વર્ષ 2022-23 દરમિયાન નોમિનલ જીડીપી ગ્રોથનો અંદાજ વર્ષ 2021-22ના 19.5 ટકાથી ઘટાડીને 15.4 ટકા કરવામાં આવ્યો છે.

દેશનું કૃષિ ક્ષેત્ર પણ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 3.5%ના દરે વૃદ્ધિ પામશે જે ગત નાણાકીય વર્ષના 3%ના વિસ્તરણથી વધુ છે. જ્યારે ટ્રેડ, હોટલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને સર્વિસીઝ સેગમેન્ટ નાણાકીય વર્ષ 2021-22ના 11.1%થી વધીને 13.7%ના દરે વૃદ્ધિ નોંધાવશે તેવો અંદાજ છે.

કન્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ ઘટીને 9.1% રહેશે: ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ફાઇનાન્સિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીઝ સેગમેન્ટનો વૃદ્ધિદર 6.4% રહેશે જે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 4.2% રહ્યો હતો. જો કે કન્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ ગત વર્ષના 11.5 ટકાથી ઘટીને 9.1 ટકા નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...