વ્હાઇટ ગોલ્ડ|:ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપવા કોટનની આયાત ડ્યૂટી દૂર કરાઇ, નિકાસને ઝડપી વેગ મળી શકશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટનના ભાવ એક વર્ષમાં બમણાથી વધુ વધતાં ટેક્સટાઇલ મિલોની મુશ્કેલીઓ વધી

કોમોડિટી માર્કેટમાં વ્હાઇટ ગોલ્ડ સમાન સાબીત થયેલ કોટનની આક્રમક તેજીને અટકાવવા માટે સરકારે મોડું પણ ઉત્તમ પગલું ભર્યું છે. તાજેતરમાં કોટનની આયાત ડ્યૂટી રદ કરી છે જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સપોર્ટ મળી રહેશે અને નિકાસને વેગ મળશે. રૂના ભાવ છેલ્લા એક વર્ષમાં બમણાથી વધુ વધી પ્રતિ ગાંસડી રૂ.95000ની સપાટીએ પહોંચ્યા હતા ત્યારે દેશની અનેક ટેક્સટાઇલ મીલોને વાવટા સમેટી લેવાનો સમય આવ્યો હતો.

ઉદ્યોગને બચાવવા માટે સરકારે કપાસની આયાત ઉપરની કસ્ટમ ડ્યુટી માફ કરવાના નિર્ણયથી ટેક્સટાઇલ્સની મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સની નિકાસને બળ આપવામાં મદદ મળી રહેશે તેવો મત ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ વ્યક્ત કર્યો છે. સરકારના આ પગલાંથી યાર્ન અને ફેબ્રિક્સની કિંમતો હળવી થતાં એપરલ અને મેડઅપ્સ સેક્ટર્સની નિકાસોને નોંધપાત્ર વેગ મળશે.

કપાસની આયાત જકાત 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરવા અંગે નાણા અને કપડા મંત્રીનો આભાર વ્યક્ત કરતાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (એફઆઇઇઓ)ના પ્રેસિડેન્ટ ડો. એ. શક્તિવેલે કહ્યું હતું કે, કપાસના ઉંચા ભાવ સ્પર્ધાત્મક લાભને ઘટાડી રહ્યાં હતાં, પરંતુ હવે કપાસની નિકાસને બળ મળશે.

આયાત જકાત દૂર કરવાથી અછતનો સામનો કરતાં ઉત્પાદકો ઉપરનું ભારણ ઘટશે. આ પહેલાં આયાત જકાત લાગુ કરવાને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવાં દેશોની સામે ભારતીય ટેક્સટાઇલ ઉત્પાદકોને નુકશાન થતું હતું તથા ભારતીય ઉત્પાદકોના સ્પર્ધાત્મક ભાવને પણ અસર થતી હતી.

ટેક્સટાઇલ: PLI હેઠળ 19000 કરોડના 61 દરખાસ્તોને મંજૂરી
સરકારે ગીન્ની ફિલામેન્ટ્સ, કિમ્બર્લી ક્લાર્ક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને અરવિંદ લિમિટેડ સહિતની કંપનીઓની 61 અરજીઓને મંજૂરી આપી છે. જેને પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ હેઠળ 19000 કરોડથી વધુ રોકાણની સંભાવના છે. ટેક્સટાઇલ સેક્ટર માટે PLI સ્કીમ હેઠળ કુલ 67 દરખાસ્તો પ્રાપ્ત થઈ છે. મંજૂર કરાયેલી 61 અરજીઓમાં અરજદારો પાસેથી કુલ રોકાણ રૂ. 19,077 કરોડની અપેક્ષા છે અને અંદાજિત ટર્નઓવર રૂ. 184,917 કરોડ છે જેમાં 240,134 લોકોની રોજગારીની સંભાવના છે. પાંચ વર્ષના ગાળામાં 10,683 કરોડને વેગ આપવા માટે એમએમએફ એપેરલ, એમએમએફ ફેબ્રિક્સ અને ટેક્નિકલ કાપડના ઉત્પાદનો જેવા કાપડ ઉત્પાદનો માટે PLI યોજનાને મંજૂરી આપી હતી.

અસંખ્ય નાની મીલો ઓક્સિજન પર હતી તેને સપોર્ટ મળશે
કપાસ ઉપરની આયાત જકાત દૂર કરવાનું પગલું આવકારદાયક છે અને તે ટેક્સટાઇલ સેક્ટર માટે મોટા સમાચાર છે કે જે ભારતમાં કપાસની અછતનો સામનો કરી રહ્યું હતું. ભાવમાં ઝડપી તેજીથી નાની કંપનીઓને મીલો બંધ કરવાનો વારો આવ્યો હતો, મિલો ઓક્સિઝન પર હતી તેને સપોર્ટ મળી રહેશે.-રોનક ચિરિપાલ, પ્રમોટર ચિરિપાલ ગ્રૂપ.

નિકાસ 20230 સુધીમાં 100 અબજ આંબશે
સરકાર ટેક્સટાઇલ સેક્ટરને જરૂરી તમામ સહયોગ આપી રહી છે અને વર્ષ 2030 સુધીમાં 100 અબજ યુએસ ડોલરની ટેક્સટાઇલ નિકાસોને હાંસલ કરવા પ્રયાસો થઇ રહ્યાં છે.​​​​​​​

રૂની આયાત 10 લાખ ગાંસડી સુધી વધશે
આયાત ડ્યૂટી દૂર થતા આયાત ચાલુ વર્ષે સરેરાશ 8-10 લાખ ગાંસડી વધે તેવો અંદાજ છે. મીલોની માગને ધ્યાનમાં લેતા અને ઝીરો આયાત ડ્યૂટીથી રૂની આયાત વર્ષાન્ત સુધીમાં 25-30 લાખ ગાંસડી આંબી જશે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...