• Gujarati News
  • Business
  • Corporate Sector: More Than Two thirds Of Companies' Profits Beat Expectations Amid Challenging Conditions

ભાસ્કર એનાલિસિસ:કોર્પોરેટ ક્ષેત્ર : પડકારજનક સંજોગોમાં બે તૃતીયાંશ કરતાં વધુ કંપનીઓનો નફો અપેક્ષા કરતાં શ્રેષ્ઠ રહ્યો

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્કો અને ઓટોમોબાઈલ કંપનીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન,સ્ટીલ સેક્ટરમાં નિરાશા

ફુગાવો, કાચામાલની ઉંચી કિંમતો અને સતત વધી રહેલા વ્યાજદરો વચ્ચે પણ ભારતીય કોર્પોરેટ સેક્ટરનો ઉત્તમ દેખાવ જોવા મળ્યો છે. પ્રથમ ક્વાર્ટરના અત્યાર સુધીના પરિણામોએ કોર્પોરેટ સેક્ટરનું સકારાત્મક ચિત્ર દર્શાવ્યું છે. કાચા માલની ઉંચી કિંમતો, ફુગાવો અને વધતા વ્યાજ દરોને કારણે પડકારજનક વાતાવરણમાં પણ અડધાથી વધુ કંપનીઓના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે અને તેમાંથી બે તૃતીયાંશ કરતાં વધુ કંપનીઓએ અપેક્ષાઓ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે.

બેન્કિંગ અને મોબાઈલ કંપનીઓએ આ બાબતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફાઇ. સર્વિસિઝ કંપની મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરનારી 68% કંપનીઓએ બજારની અપેક્ષાઓ કરતાં અથવા તેનાથી વધુ નફો નોંધાવ્યો છે. બેન્કિંગ,ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને વીમા,ઓટો અને સિમેન્ટ સેક્ટરની કંપનીઓએ બાકીની કંપનીઓને પાછળ રાખી દીધી છે.

સ્લોડાઉનની બિઝનેસ પર અસર નહીં
મોતીલાલના એનાલિસ્ટોના મત મુજબ અર્થતંત્રમાં નબળાઈને લઈને વધતી જતી ચિંતાઓ વચ્ચે મોટાભાગની કંપનીઓના મેનેજમેન્ટનું કહેવું છે કે તેના બિઝનેસ પર તેની કોઈ અસર નહીં થાય. છેલ્લા ક્વાર્ટરમાં મોટાભાગની કંપનીઓને સારા ઓર્ડર મળ્યા અને તેમની ઓર્ડર બુક ઉત્તમ છે.

મારુતિમાં આશ્ચર્ય, તાતા મોટર્સની ખોટ વધી
ગયા ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો નફો બમણો વધીને રૂ. 1036 કરોડ થયો હતો. પરંતુ તાતા મોટર્સની ખોટ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 992 કરોડથી વધીને રૂ. 4950 કરોડ થઈ છે. બજારને નિરાશ કરનારી તે બીજી હેવીવેઇટ કંપની હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામો પણ બજારના અંદાજ કરતાં નબળા રહ્યા હતા.

જાહેર ક્ષેત્રની બેન્કોનું શ્રેષ્ઠ પ્રદર્શન
બેંકોની નફાકારકતા અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જાહેર ક્ષેત્રની બેંકો આમાં સૌથી આગળ રહી છે. આ કારણે જાહેર ક્ષેત્રની બેંકોના શેર છેલ્લા એક મહિનાથી સ્ટોક એક્સચેન્જમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શેરોમાંના એક છે. તેમનું મૂલ્યાંકન પણ ‘ઓલ ટાઈમ હાઈ’પર પહોંચી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...