તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રેશર્સને હવે બખ્ખા:કોર્પોરેટ કંપનીઓ નોકરીઓનો વરસાદ કરશે: 64% કંપનીઓનું ફ્રેશર્સને પ્રાધાન્ય

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર પદ પર ભરતી પછી ભારતીય કંપનીઓ હવે ફ્રેશર્સની શોધમાં

કોરોના મહામારીની બીજી લહેર પછી દેશમાં ભરતી પ્રક્રિયામાં ઝડપી વધારો થયો છે. તાજેતરના મહિનાઓમાં વરિષ્ઠ સ્તર અને અનુભવી લોકોની ભરતી કર્યા પછી, ભારતીય કંપનીઓ હવે ફ્રેશર્સની ભરતી કરવાની તૈયારી કરી રહી હોવાનું ભરતી એજન્સીઓ અનુસાર જાણવા મળ્યું છે.

ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીના આઉટલુક સર્વે અનુસાર જુલાઈ-ડિસેમ્બર અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન દેશમાં લગભગ 45 ટકા નોકરીદાતાઓ ફ્રેશર્સ અથવા એપ્રેન્ટિસની ભરતી કરવા માગે છે. આશરે 64 ટકા નોકરીદાતાઓ તેમના કર્મચારીઓમાં ફ્રેશર્સ (તાલીમાર્થીઓ) ની સંખ્યા વધારવા માગે છે. નાના ઉદ્યોગોમાં ભરતીનો હેતુ પ્રથમ અર્ધગાળામાં 8 ટકાથી વધીને બીજા ભાગમાં 23 ટકા થયો છે, જ્યારે મધ્યમ વ્યવસાયોમાં આ હેતુ 37ની સરખામણીમાં 42 ટકા વધ્યો છે.

મોટા ઉદ્યોગોમાં ભરતીનો ઉદ્દેશ પ્રથમ અર્ધગાળામાં 50 ટકાથી વધીને 61 ટકા થયો છે. મહિલાઓની ભરતી કરવાનો ઈરાદો જે જુલાઈ-ડિસેમ્બર 2020 માં 23 ટકા હતો, જુલાઈ-ડિસેમ્બર 2021માં વધીને 32 ટકા થઈ ગયો છે. તેની પાછળનું મુખ્ય કારણ કોરોના મહામારીને કારણે થતી ખામીઓને દૂર કરવી અને ખર્ચને નિયંત્રિત કરવાનો છે.

કોવિડ મહામારી બાદ કર્મચારીઓ કામ પર પરત ફરતાં આગામી 3 માસમાં 44 ટકા કંપનીઓ ભરતી કરવા જઈ રહી છે. મેનપાવરગ્રુપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વે અનુસાર, 44 ટકા નવી ભરતી સાથે નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સાત વર્ષમાં પ્રથમ વખત સૌથી વધુ આશાવાદી રહ્યો છે. ભરતીની પ્રવૃત્તિમાં વધારાની અપેક્ષા રાખતા નોકરીદાતાઓની ટકાવારીમાંથી ભરતી પ્રવૃત્તિમાં ઘટાડાની અપેક્ષા રાખતા કર્મચારીઓની ટકાવારીને બાદ કરતાં નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક મેળવવામાં આવે છે.

સર્વેમાં સામેલ 3046 એમ્પ્લોયર્સે ઘણી કંપનીઓ વર્ષના અંત સુધી સ્ટાફની સંખ્યામાં વધારો કરવાની યોજના ધરાવે છે. મહામારીના પ્રતિબંધો હળવા થવા સાથે માગમાં વધારો નોંધાતાં કંપનીઓ વધુ ભરતી કરી ઉત્પાદન ક્ષમતા વધારશે. માળખાકીય પરિવર્તનો ભારતીય અર્થતંત્રને સ્થિર બનાવશે. સર્વિસિઝ, મેન્યુફેક્ચરિંગ, ફાઈનાન્સ, ઈન્સ્યોરન્સ, રિયલ એસ્ટેટ સહિત તમામ સેક્ટર્સમાં ત્રિમાસિક ધોરણે ભરતી પ્રક્રિયા વધી છે.

વેક્સિનેશન અભિયાન તેમજ આગામી તહેવારોની સીઝનના લીધે કંપનીઓની સ્થિતિ સુધરી છે. એમ્પ્લોયર્સ ચોથા ત્રિમાસિકમાં પે રોલ્સમાં વધારો કરવાનો સંકેત આપી રહ્યાં છે. જેમાં પશ્ચિમી રાજ્યોમાં નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક 49%, પૂર્વમાં 45 ટકા, ઉત્તરમાં 43% અને દક્ષિણમાં 37 ટકા રહ્યો છે.

ભથ્થામાં વધારા સાથે ફ્રેશર્સની ભરતી કરવાનું પ્રમાણ વધ્યું

  • એપ્રેન્ટિસશીપ દ્વારા કૌશલ્યની ખામીને દૂર કરવા
  • કોવિડને કારણે કર્મચારીઓની અછતને દૂર કરવા
  • ખર્ચને અસરકારક રીતે નિયંત્રિત કરવા

​​​​​​​ફ્રેશર્સ માટે 2021નું વર્ષ ઉત્તમ
કોવિડ હોવા છતાં, ફ્રેશર્સ માટે 2021 સારું વર્ષ છે. વધુ નોકરીદાતાઓ સંભવિતતાને અનુભવી રહ્યા છે અને તેમની ભરતી કરવાનો ઇરાદો વધી રહ્યો છે. એપ્રેન્ટિસના ભથ્થામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.> સુમિત કુમાર, વાઇસ પ્રેસિડેન્ટ, ટીમ લીઝ સ્કિલ્સ યુનિવર્સિટી

આઇટી ક્ષેત્રમાં ડિજિટલ સ્કિલ અને સુપર સ્કિલની માગ વધી અગ્રણી બિઝનેસ સોલ્યુશન્સ પ્રોવાઇડર ક્વાસના તાજેતરના અહેવાલ મુજબ, સંપૂર્ણ સ્ટેક, રિએક્ટ જેએસ, એન્ડ્રોઇડ, એંગ્યુલર જેએસ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી જેવા ડિજિટલ કૌશલ્ય ધરાવતા લોકોની માગ, આઇટી સેક્ટરમાં સાયબર સિક્યુરિટીમાં ત્રિમાસિક ધોરણે 300% નો વધારો થયો છે. સૌથી વધુ ફુલ સ્ટેક ડેવલપરની માગમાં 388%નો વધારો થયો છે, જ્યારે રિએક્ટ જેએસ ડેવલપરની માગમાં 364%નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...