તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • ... Corona For The First Time The Country's Growth Positive, GDP In The Third Quarter 0.4%

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્થતંત્રની ગતિ:...કોરોનામાં પહેલીવાર દેશનો ગ્રોથ પોઝિટિવ, ત્રીજા ત્રિમાસિકમાં GDP 0.4% થઈ

બી પોઝિટિવ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2020-21માં ઘટાડાનું અનુમાન -7.7%થી -8% થયું

દેશનો વિકાસદર 2020-21ના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં નેગેટિવ રહ્યા બાદ પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો છે. ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં વિકાસદર 0.4% રહ્યો. આ સાથે ભારત જ્યાં વિકાસદર પોઝિટિવ ઝોનમાં આવ્યો હોય તેવો મોટા અર્થતંત્રોમાં ચીન બાદ બીજો દેશ બન્યો છે. દેશમાં વિકાસદર પ્રથમ ત્રિમાસિક ગાળામાં -24.4% અને બીજા ત્રિમાસિક ગાળામાં -7.3% રહ્યો હતો.

ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનું કદ 36.22 લાખ કરોડ રૂ. રહ્યું, જે ગત નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના 36.08 લાખ કરોડ રૂ.ની સરખામણીમાં 0.4% વધુ છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ શૂન્યથી ઉપર આવ્યા બાદ સરકારનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ -8% રહેશે. નાણાકીય વર્ષ 2019-20માં આર્થિક વિકાસદર 4% હતો.

સરકાર દ્વારા જારી નિવેદનમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીનું કદ 134.09 લાખ કરોડ રૂ. રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2019-20માં જીડીપીનું કદ 145.69 લાખ કરોડ રૂ. હતું.

અર્થતંત્રને પોઝિટિવ ગ્રોથ ઝોનમાં લાવવામાં કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને એગ્રિકલ્ચર સેક્ટરની ભૂમિકા
કન્સ્ટ્રક્શનઃ (-49.4%થી 6.2%)
આમ તો જીડીપીમાં કન્સ્ટ્રક્શનનો હિસ્સો 7% છે પરંતુ રોજગાર અાપવામાં બીજા સેક્ટરને અાગળ વધારવામાં અવ્વલ. કૃષિ પછી સૌથી વધુ રોજગાર અા સેક્ટરમાં છે. એટલે કે રોજગાર વધ્યો છે.

મેન્યુફેક્ચરિંગઃ (-35.9%થી 1.6%)
જીડીપીમાં હિસ્સેદારી 15%થી વધુ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટાડા પછી ઝડપથી પોઝિટિવ ઝોનમાં, આથી જીડીપીને માઈનસમાં જવાથી બચાવી લીધું.
એગ્રિકલ્ચરઃ(3.3%થી 3.9%)
એગ્રિકલ્ચર એક માત્ર સેક્ટર કે જે કોરોના કાળમાં સતત પોઝિટિવ ઝોનમાં છે. જીડીપીમાં 20% હિસ્સેદારી છે. 41%થી વધુ વસતી તેમાં રોકાયેલી છે. એટલે કે તેમની આવક વધી.

માથાદીઠ વાર્ષિક આવક 8,637 રૂપિયા ઘટવાની આશંકા
હાલના નાણાંકીય વર્ષમાં માથાદીઠ વાર્ષિક આવક 85,929 રૂપિયા રહેવાનું અનુમાન છે. જો કે ગયા નાણાંકીય વર્ષમાં 94,566 હતી. એટલે કે આ વખતે 9.1% ઘટી શકે છે.

​​​​​​​


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો