ભાસ્કર ઈન્ટરવ્યૂ:કોરોનાએ બદલ્યો ટ્રેન્ડ, અબવ ધ કીબોર્ડ જ્વેલરીની માગ વધી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેવતી કાંત,

ચીફ ડિઝાઈન ઓફિસર,

ટાઈટન

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં જ્વેલરી અને અન્ય ડિઝાઇનર વસ્ત્રો પ્રત્યે લોકોનો ટ્રેન્ડ વધ્યો છે. ટાઇટનના ચીફ ડિઝાઇન ઓફિસર રેવતી કાંતના જણાવ્યા મુજબ, લોકો હવે “અબાઉ ધ કીબોર્ડ જ્વેલરી “ એટલે કે નેકલેસ, ચેઇન અને ઇયર રિંગ્સ જેવી જ્વેલરીની માંગ વધી છે. રેવતીએ દૈનિક ભાસ્કરના અજય તિવારી સાથે જ્વેલરી ટ્રેન્ડમાં થયેલા ફેરફાર વિશે વાતચીત દરમિયાન આ અંગે જણાવ્યું હતું. પ્રસ્તુત છે વાતચીતના મુખ્ય અંશો…

  • કોઈ પ્રોડક્ટમાં ડિઝાઇન કેટલી મહત્ત્વની છે?

ડિઝાઈનનો અર્થ માત્ર કોઈ વસ્તુને સુંદર બનાવવાનો અથવા તેમાં થોડો ફેરફાર કરી ફૂલો અને પાંદડા બનાવવાનો નથી. ડિઝાઇનનો મોટો ભાગ ગ્રાહકોની સમસ્યાઓ ઉકેલવા સાથે સંબંધિત છે. તેથી ધ્યાનમાં રાખવું પડે છે કે, કોઈ પણ પ્રોડક્ટ્સ ગ્રાહક માટે કેટલી વધુને વધુ સુવિધાજનક બનાવી શકાય. અને તેમની વર્તમાન જરૂરિયાતો અનુસાર વસ્તુઓને મોલ્ડ કરવી તેને ડિઝાઈનિંગ કહે છે.

  • જ્વેલરી ડિઝાઇન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

સૌથી અગત્યનું તમે શું ડિઝાઇન કરી રહ્યા છો? પ્રોડક્ટ શું છે? મટીરિયલ શું છે? પ્રસંગ શું છે? તમે શા માટે ડિઝાઇન કરી રહ્યા છો? જ્વેલરીની ડિઝાઈન કરતી વખતે આપણે જોવું જોઈએ કે શું આપણે કોઈ તહેવાર કે લગ્ન માટે નવી રેન્જ ડિઝાઇન કરી રહ્યા છીએ કે રોજિંદા વસ્ત્રોની પ્રોડક્ટ માટે. તે એક વખતની પ્રક્રિયા નથી. તેમાં વારંવાર સુધારાનો અવકાશ હોય છે. ઘણા તબક્કાઓમાંથી પસાર થયા પછી પ્રોડક્ટને અંતિમ ડિઝાઇન સાથે બજારમાં મૂકવામાં આવે છે.

  • પ્રોડક્ટની કિંમતમાં ડિઝાઇનિંગ કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે?

પ્રોડક્ટની કિંમતમાં તેની ડિઝાઈનિંગ સામેલ હોય છે. જો કે, ભારતમાં આ પરિસ્થિતિ હજી આવી નથી જ્યારે ગ્રાહક કોઈ ડિઝાઈનરના નામે જ પ્રોડક્ટની કિંમત ચૂકવે છે. પરંતુ બજારમાં ઘણી બ્રાન્ડ્સ છે, જે પોતાની ડિઝાઈન પર વેચે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમુક પ્રોડક્ટ્સમાં ડિઝાઇનર્સનો ક્રેઝ વધ્યો છે. લોકો તેના માટે વધારે કિંમત ચૂકવવા પણ તૈયાર છે.

  • ભૂતકાળ પર નજર કરીએ તો જ્વેલરી ડિઝાઇનિંગમાં શું બદલાવ આવ્યો છે?

એક મોટો ફેરફાર આવ્યો છે કે પહેલા લોકો રોકાણ માટે જ્વેલરી ખરીદતા હતા. જો કે, આ દૃષ્ટિકોણથી ખરીદવામાં આવેલી મોટાભાગની જ્વેલરીનો ઉપયોગ તેને લોકરમાં જ રાખવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે ટ્રેન્ડ ઘણો બદલાઈ ગયો છે. આજકાલ લોકો નિયમિત વસ્ત્રો માટે ઘરેણાં ખરીદે છે. જ્યારે પહેલા હેવી ડ્યુટી જ્વેલરીનો ટ્રેન્ડ હતો, આજકાલ હળવા અને રંગબેરંગી જ્વેલરીની ઘણી ડિઝાઇન કરવામાં આવી રહી છે. તેથી, જ્વેલરીમાં વજન અથવા કિંમત કરતાં ડિઝાઇન વધુ મહત્વની બની છે.

  • શું કોવિડની જ્વેલરી ડિઝાઇનિંગમાં પણ અસર થઈ છે?

કોવિડે દરેકનું જીવન બદલી નાખ્યું છે. જ્વેલરી પણ આમાંથી બાકાત રહી નથી. ઓનલાઈન મીટિંગ્સમાં, શરીરનો માત્ર ઉપરનો ભાગ જ દેખાય છે, તેથી અબવ ધ કી બોર્ડ ડ્રેસિંગ વધુ મહત્વનું બની ગયું છે. ગરદન અને કાનના દાગીનાની માંગ વધી રહી છે. ઇયરિંગ્સ અને નેકલેસ જેવા જ્વેલરીની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. તનિષ્કમાં પણ, અમે ઇયર રિંગ્સ અને નેકલેસ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...