તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વર્ષમાં મેટલ્સમાં દોઢ ગણી તેજી:કોપરની કિંમત ઓલટાઇમ હાઇ, ઇલેક્ટ્રોનિક્સમાં ફ્રિઝ-એસી-કૂલર મોંઘાં થશે

નવી દિલ્હી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તમામ ઇલેક્ટ્રિક વસ્તુઓ પર પડશે અસર

ઇલેક્ટ્રિક ઉત્પાદનોમાં સૌથી વધુ ઉપયોગ થનાર કોપરની કિંમત એમસીએક્સ પર અત્યારે ઉચ્ચ સ્તર પર 639 પહોંચી છે. ગરમી શરૂ થયા પૂર્વે કોપરની કિંમતમાં ઝડપી તેજીની મુખ્ય અસર ફ્રિઝ, એસી, કૂલર અને પંખા સહિત તમામ ઇલેક્ટ્રિક ઉત્પાદકોની કિંમત પર પડવાની સંભાવના છે. ગરમીમાં સૌથી વધુ વેચાતા ઇલેક્ટ્રિક પ્રોડક્ટની ખરીદી જાન્યુઆરીથી માર્ચ સમય દરમિયાન થાય છે. કોપરને બાદ કરતા અન્ય તમામ મેટલ્સમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કોપરની કિંમત639 પ્રતિ કિલો પર પહોંચી ગઇ છે. આ ધાતુની અત્યાર સુધીની સૌથી ઉંચી કિંમત છે. એક વર્ષ પહેલા આ સમયે કોપરની કિંમત 420 રૂપિયા પ્રતિ કિલો હતી. આમ સરેરાશ છેલ્લા એક વર્ષમાં કિંમતમાં 50 ટકાની તેજી આવી છે. લંડન મેટલ એક્સચેન્જ પર પણ તાંબાની કિંમત 2012 પછીની સૌથી ઉંચી સપાટી પર 8302 ડોલર પ્રતિ ટન બોલાઇ રહી છે. એસી અને ફ્રિઝ બન્નેમાં કોપર ટ્યૂબનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્યૂબ દ્વારા રેફ્રિજરેટર ગેસ પ્રવાહિત કરવામાં આવે છે. આ રીતે પંખાના કોઇલમાં તાંબાનો ઉપયોગ થાય છે.

કૂલરના પંખા અને હનીકાંબ નેટમાં પણ તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વિજળીના તારમાં પણ તાંબાનો ઉપયોગ થાય છે. એન્જલ બ્રોકિંગના એવીપી રિસર્ચ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે ગરમીના કારણે તમામ ઉપકરણો જેમકે ફ્રિઝ, એસી, કૂલર, પંખા અન્ય ઠંડીની સિઝનમાં બને છે. આ સમયે કોપની કિંમત વધવાનો અર્થ છે કે આ વસ્તુઓની કિંમત પર પણ ભારે અસર પડશે.

ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે આવનાર સમયમાં કોપરની કિંમત 700-750ના સ્તર પર પહોંચે તેવી સંભાવના છે જેનાથી ઇલેક્ટ્રોનિક સાધનોની કિંમત વધુ વધશે. આ ઉપરાંત ચીનથી સસ્તી આયાત અટકી હોવાના કારણે પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો