તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર વ્યવસ્થા:કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓએ મેઇન્ટેનન્સ ચાર્જીસ પર GSTની ચુકવણી કરવી પડશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીએસટી અપીલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ (AAAR)ની મહારાષ્ટ્રની ખંડપીઠે જીએસટીને લગતા એક ચુકાદામાં જીએસટી ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ (AAR)ના અગાઉના આદેશને માન્ય રાખ્યો છે. એટલે કે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યો પાસેથી માસિક લવાજમ અથવા યોગદાનની રકમ પ્રત્યેક મહિને રૂપિયા 7,500થી વધારે થતી હોય તેમ જ વાર્ષિક ટર્નઓવર રૂપિયા 20 લાખ અથવા વધારે થતું હોય તો મેન્ટેઇનન્સ ચાર્જીસ પર GST વસૂલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના જુલાઈ મહિનામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ કહ્યું હતું કે કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી (CHS) દ્વારા પ્રત્યેક મહિને રૂપિયા 7,500થી વધારે હોય તેવા સંજોગોમાં મેઈન્ટેનન્સ ચાર્જીસ તરીકે એકત્રિત કરવામાં આવતી કુલ રકમ પર જીએસટી (ઓછામાં ઓછા 18 ટકા દરથી) વસૂલવામાં આવશે. જે નાના CHS વાર્ષિક રૂપિયા 20 લાખ અથવા ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતી હોય તે જીએસટી અંતર્ગત નોંધાવવાની જરૂર નથી. આમ તેઓ જીએસટીની કોઈ જવાબદારી ધરાવતા નથી, તેમના માટે મેઈન્ટેનન્સ ચાર્જીસનું પ્રમાણ અપ્રાસંગિક છે. AAR એ જીએસટી કાયદા હેઠળ CHSની તેના સભ્યો પ્રત્યેના આર્થિક વ્યવહાર 'કરપાત્ર સપ્લાય' બને છે.

સાઉથ મુંબઈ સોસાયટીએ જીએસટી AAAR, મહારાષ્ટ્ર ખંડપીઠ સમક્ષ એક અપીલ દાખલ કરી હતી, જેમાં તેના સભ્યો પાસેથી પાણી વેરા, વીજળી વેરા, મિલકત વેરા, રિપેરિંગ અને જાળવણી ફંડ, કન્ટ્રિબ્યુશનથી સિંકિંગ ફંડ, કાર પાર્કિંગ ચાર્જીસ, ડિફોલ્ટ ચાર્જીસ તેમ જ મિલકત વેરા પર વ્યાજ સહિત મેઈન્ટેનન્સ ચાર્જીસ વસૂલ કરવામાં આવતા હોવાની આ અપીલમાં રજૂઆત કરવામાં આવી હતી.

હાઉસિંગ સોસાયટીએ તેની અપીલમાં એ બાબત પર સ્પષ્ટતા માંગી હતી કે તેમના દ્વારા જે રકમ વસૂલ કરવામાં આવે છે તે જીએસટી અંતર્ગત આવે છે કે કેમ. આ સાથે સાઉથ મુંબઈ હાઉસિંગ સોસાયટીએ સીજીએસટી કાયદો 2017ની કલમ 2 (17) પ્રમાણે કોઈ કારોબાર નહીં ચલાવતી હોવાની પણ રજૂઆત કરી હતી. તે એક કો-ઓપરેટિવ સોસાયટી છે અને કોઈ વ્યાપાર, વાણિજ્ય, ઉત્પાદન, વ્યવસાય, વોકેશન, એડવેન્ચર, અથવા સમાન પ્રવૃત્તિ સાથે જોડાયેલ નથી. એપિલેન્ટે વાણિજ્ય અને કો-ઓપરેટિવ સોસાયટી વચ્ચેના ભેદના આધારે કેટલીક હકીકતોને નકારી દીધી હતી. આવકવેરા કાયદા,1961ની સ્પષ્ટ સાથે આવકવેરા કાયદા હેઠળ કારોબાર તરીકે ચોક્કસ વ્યવહાર અંગે કરેલી રજૂઆત નકારી દીધી હતી, જે CGST કાયદા,2017 હેઠળ લાગુ થવા પાત્ર નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો