તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Controversy Apology Delete: Not Only Tanishq But Also The Brands Including Zomato, Ola And Surf Axel Were In Controversy, The Ad Had To Be Withdrawn After Trolls.

કંટ્રોવર્સી-માફી-ડિલીટ:જ્યારે ક્રિએટિવિટીના ચક્કરમાં જાહેરાત બની મુશ્કેલી, માત્ર તનિષ્ક જ નહીં ઝોમેટો, ઓલા અને સર્ફ એક્સલ સહિત આ બ્રાન્ડ વિવાદમાં રહી, ટ્રોલ પછી જાહેરાત પાછી લેવી પડી

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાટાની જ્વેલરી કંપની તનિષ્ક ફરી એકવાર તેની જાહેરાતથી વિવાદોમાં ઘેરાઈ છે. આમ તો પહેલા પણ ઘણી કંપનીઓની જાહેરાત આ રીતે વિવાદોમાં આવી ચુકી છે. આ પહેલા સર્ફ એક્સલ, ઓલા, મેનફોર્સ, ઝોમેટો સહિત તમામ બ્રાન્ડ એવી છે જેમને વિવાદ પછી જાહેરાત હટાવવાનો નિર્ણય અથવા પછી થીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવો પડ્યો હોય. જો કે, ઘણા કેસમાં બ્રાન્ડનો ઈરાદો યોગ્ય હોવા છતા પણ તેમને ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

શું હતો તનિષ્કનો વિવાદ?
ફેસ્ટિવ સિઝનના કારણે તનિષ્કે પ્રમોશન માટે નવી જાહેરાત બહાર પાડી છે. આ જાહેરાતનો પ્લોટ ઈન્ટરકાસ્ટ મેરેજ પર આધારિત છે. તનિષ્કની આ પ્રમોશનલ એડમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ પરિવારની વહુના રૂપમાં દેખાડવામાં આવી છે, હિન્દુ યુવતીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થયા અને તેના બેબી શાવરના ફંક્શનને દેખાડવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ સંસ્કૃતીને ધ્યાનમાં રાખતા મુસ્લિમ પરિવાર તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ હિન્દુ ધર્મ પ્રમાણે કરે છે. ત્યારપછીથી જ ટ્વિટર પર તનિષ્કને ટ્રોલ અને #BoycottTanishq સાથે જ્વેલરી બ્રાન્ડનો વિરોધ કરવામાં આવ્યો. પછી કંપનીએ માફી માગીને જાહેરાતને પાછી લઈ લીધી હતી.

આવો જાણીએ અન્ય વિવાદીત એડ અને તેમના કન્ટેન્ટ વિશે
1. સર્ફ એક્સલની વિવાદીત જાહેરાત

વર્ષ-2019
ગત વર્ષે હોળી પર સર્ફ એક્સલની જાહેરાત અંગે સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. જાહેરાત દ્વારા હિન્દુ અને મુસ્લિમમાં ભાઈચારાનો સંદેશ આપવાના પ્રયાસ કરવાના ચક્કરમાં કંપનીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી અને બ્રાન્ડને બોયકોટ કરવાની માંગ કરવામાં આવી હતી. આટલું જ નહીં સર્ફ એક્સલની જાહેરાતને લવ જેહાદનું સમર્થન કરનારી જાહેરાત ગણાવી હતી.

જાહેરાતમાં શું હતું
આ જાહેરાતમાં એક હિન્દુ બાળકી અને મુસ્લિમ બાળકીની નાનકડી કહાની બતાવવામાં આવી છે. લગભગ એક મીનિટની આ જાહેરાતમાં દેખાડવામાં આવ્યું હતું કે, સફેદ ટી-શર્ટ પહેરીને એક હિન્દુ યુવતી આખી શેરીમાં સાઈકલ લઈને ફરે છે અને છતો પરથી રંગ ફેંકી રહેલા તમામ બાળકોના રંગ પોતાની પર નખાવીને ખતમ કરાવી દે છે. રંગ ખતમ થઈ ગયા પછી તે પોતાના મુસ્લિમ મિત્રના ઘરની બહાર જઈને કહે છે કે, બહાર આવી જા બધુ ખતમ થઈ ગયું છે, બાળક ઘરમાંથી સફેદ કુર્તો પાયજામો અને ટોપી પહેરીને બહાર આવે છે. બાળકીને તેને સાઈકલ પર બેસાડીને મસ્જિદના દરવાજા પર છોડી દે છે. છેલ્લે તેને સીડી ચઢતી વખતે બાળક કહે છે કે નમાઝ પઢીને આવુ છું. તે કહે છે કે, પછી રંગ પડશે. આવું કહેતા મુસ્લિમ મિત્ર ધીમેથી હસે છે. જાહેરાતના અંતમાં કહેવામાં આવે છે.‘અપનેપન કે રંગ સે ઔરો કે રંગમે દાગ લગ જાયે તો દાગ અચ્છે હૈ’સર્ફ એક્સલે‘રંગ લાયે સંગ’ કેમ્પેઈન દ્વારા હોળી પર હિન્દુ મુસ્લિમ સદ્ધાવનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

2. ઝોમેટોની MC-BC જાહેરાત પર હોબાળો થયો હતો
વર્ષ -2017

વર્ષ 2017માં ઓનલાઈન ફુડ એગ્રીગેટર ઝોમેટોએ પોતાની એડમાં MC અને BC શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના કારણે સોશિયલ મીડિયા પર કંપનીને ઘણી ટિકાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ જાહેરાતની ટિકા કરતા યુઝર્સે તેને તિરસ્કારપાત્ર ગણાવ્યું હતું અને માફી માગવા માટે કહ્યું હતું. કંપનીના CEO દીપિંદર ગોયલે પછીથી માફી માંગી હતી.

જાહેરાતમાં શું હતું
ઝોમેટોએ પોતાના પ્રમોશન માટે (MC, BC) જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઝોમેટોએ એમસી, બીસીનું પુલ ફોર્મ મેક એન્ડ ચીઝ અને બટર ચિકન જણાવ્યું હતું. પણ આને હિન્દીમાં ગાળ તરીકે લોકો ઉપયોગ કરે છે. એટલા માટે હોબાળો થયો હતો. પછીથી કંપનીએ કહ્યું કે, અમારો કહેવાનો કોઈ ખોટો ઈરાદો ન હતો, પણ લોકોની નારાજગીના કારણે અમે તેના માટે માફી માંગીએ છીએ અને અમારી જાહેરાતને પાછી લઈએ છીએ.

3. જ્યારે વિરોધ પછી ઓલાએ હટાવવી પડી હતી જાહેરાત
વર્ષ-2016

ભારતની સૌથી મોટી કેબ સર્વિસ ઓલા તેની વિવાદિત જાહેરાતના કારણે સોશિયલ મીડિયા પર નિંદાનો ભોગ બની ચૂકી છે. સોશિયલ મીડિયા પર ઓલાની જાહેરાતને સેક્સિએસ્ટ અને મહિલાઓને અપમાનિત કરનારી ગણાવવામાં આવી હતી. જોકે પછીથી કંપનીએ માંફી માંગીને તેને હટાવવાનો નિર્ણય કર્યો હતો.

તેમાં એક કપલને બતાડવામાં આવ્યું હતું. તેમાં છોકરો તેની ગર્લફ્રેન્ડની સાથે બજારમાં જાય છે. છોકરી કોઈને કોઈ દુકાન પર ઉભી રહીને સારી રીતે ‘બેબી’ બોલે છે. છોકરો તેનું પાકિટ કાઢીને છોકરી માટે વસ્તુ ખરીદે છે. જાહેરાતના અંતમાં છોકરો કહે છે કે મારી ગર્લફ્રેન્ડની એક કિલોમીટર ચાલવાની કિંમત 525 રૂપિયા છે, જ્યારે ઓલા માઈકો એક કિમીના બસ 6 રૂપિયા લે છે. આ એડનું ટાઈટલ ટૂ એક્સપેન્સિવ ટૂ ટેક ગર્લફ્રેન્ડ આઉટ ઓન ડેટ રાખવામાં આવ્યું હતું.

4. નવરાત્રીમાં મેનફોર્સ કોન્ડોમના હોર્ડિંગથી બબાલ થઈ હતી
વર્ષ-2017
નવરાત્રિના દિવસોમાં સની લિયોનના ઈસ નવરાત્રી ખેલો, મગર પ્યાર સે વાળા પોસ્ટર્સથી મેનફોર્સેની નેગેટિવ પબ્લિસિટી થઈ હતી. સની લિયોનના મેનફોર્સ કોન્ડમની જાહેરાતને અંગે સખત વિવાદ થયો હતો. વર્ષ 2017માં ગુજરાતમાં લગભગ 500 હોર્ડિંગ બળજબરીથી ઉતરાવવામાં આવ્યા હતા. નવરાત્રીમાં ગુજરાતમાં કંપનીએ આ જાહેરાતના હોર્ડિંગ લગાવી દીધા હતા. પવિત્ર તહેવારમાં આ હોર્ડિંગને જોઈને લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો અને તેમણે વિરોધ શરૂ કરી દીધો. ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે સરકારને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની આઉટડોર જાહેરાતો પર પ્રતિબંધો લગવવાની માંગ પણ કરી હતી.

5. રણવીર સિંહએ માંગવી પડી હતી માંફી
વર્ષ-2016
વર્ષ 2016માં બોલીવુડ અભિનેતા રણવીર સિંહે તેની જેક એન્ડ જોસની વિવાદિત જાહેરાત પર માંફી માંગી હતી. રણવીરે જેક એન્ડ જોન્સની વિવાદિત જાહેરાતમાં એક સ્કર્ટ પહેરેલી છોકરીને પોતાના ખભા પર ઉઠાવી હતી. તે પછીથી બ્રાન્ડને ટ્રોલ કરવામાં આવી હતી.

ફિલ્મ રંગ દે બંસતીના એક્ટર સિદ્ધાર્થે આ જાહેરાત અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે વર્કપ્લેસમાં મહિલાઓના અધિકારો અંગે પછાત માનસિકતાનું આ ઉદાહરણ છે. સિદ્ધાર્થની જેમ ઘણા અન્ય લોકોએ આ જાહેરાતને મહિલાઓનું અપમાન ગણાવ્યું. વિવાદ વધ્યા પછી કંપનીએ આ જાહેરાતને હટાવી દીધી હતી અને રણવીર સિંહ એ માંફી માંગી હતી.

6. જાવેદ હબીબના સલૂન પર ફેંકવામાં આવી હતી સહી
વર્ષ- 2017
પ્રસિદ્ધ હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે સોશિયલ મીડિયા અને કેટલાક ન્યુઝ પેપરમાં પોતાના સલૂનની જાહેરાત આપી હતી. જાહેરાતમાં હિન્દુ દેવી-દેવતાઓના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પગલે ભાજપના કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ જાવેદ હબીબના સલૂનમાં સહીની ફેંકીને નારેબાજી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો