તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેકનોલોજી ક્રાંતિ:ગ્રાહક ખર્ચમાં વધારો: જૂન માસમાં ક્રેડિટકાર્ડથી રૂ.62746 કરોડનો ખર્ચ થયો, 10 ટકાની વૃદ્ધિ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કન્ઝ્યુમર ખર્ચ વધ્યો છે. ક્રેડિટ કાર્ડ મારફત થતો ખર્ચ આ સંકેત આપી રહ્યો છે. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, હવે લોકો ક્રેડિટ કાર્ડ મારફત પ્રિ-કોવિડ કરતાં પણ વધુ ખર્ચ કરી રહ્યા છે. આરબીઆઈના આંકડાઓ અનુસાર, જૂન દરમિયાન દેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ વધી રૂ. 62,746 કરોડ થયો છે.

જે ફેબ્રુઆરી, 2020માં નોંધાયેલા કુલ ખર્ચ રૂ. 62523 કરોડ કરતાં વધુ છે. જૂનમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ જૂન, 2019ના રૂ. 56,928 કરોડ કરતાં 10 ટકા વધ્યો છે. કોવિડ મહામારીની બીજી લહેરની ઉંડી અસર ક્રેડિટ કાર્ડના ખર્ચ પર થઈ છે. મેમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ ઘટી રૂ. 52,131 કરોડ થયો હતો. જે જૂનમાં આ પ્રકારના થતાં ખર્ચ સામે 20.36 ટકા ઘટ્યો છે. માર્ચમાં ક્રેડિટ કાર્ડ મારફત સૌથી વધુ રૂ. 72,382 કરોડનો ખર્ચ થયો હતો.

બીજી લહેરમાંથી બહાર આવવાના સંકેત
દેશમાં કોવિડની બીજી લહેર એપ્રિલ-મેમાં પીક પર હતી. જે ક્રેડિટ કાર્ડ મારફત ખર્ચમાં ઘટાડો આવ્યો હતો. કોવિડના કેસો ઘટતાં સ્થિતિ સુધરી છે. તેમજ મોટી બેન્કો અને કાર્ડ કંપનીઓના ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે.

બીજા ત્રિમાસિકગાળામાં 35 ટકા વધી શકે છે ખર્ચ
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટિઝના અનુસાર, નાણાકીય વર્ષ 2021-22ની બીજી ત્રિમાસિકમાં પ્રથમ ત્રિમાસિક સામે ક્રેડિટકાર્ડ ખર્ચમાં 35 ટકા વધવાની સંભાવના છે. ગત નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક સામે આ મામલે 59 ટકા વધવાનો આશાવાદ છે.

અન્ય સમાચારો પણ છે...