ઈલેક્ટ્રોનિક આશાવાદ:કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીઝ છ વર્ષમાં 2 લાખ કરોડની સપાટી કુદાવશે

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં સીઈએએમ મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ માટે હબ બનશે

ઈન્ડિયન અપ્લાયન્સિસ એન્ડ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ આગામી છ વર્ષમાં બમણી વૃદ્ધિ સાથે 2 લાખ કરોડનું થવાનો આશાવાદ છે. જે આર્થિક અને સ્થાનિક માર્કેટને વેગ આપશે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ અપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર એસોસિએશન પ્રેસિડન્ટ એરિક બ્રગેન્ઝાએ જણાવ્યું હતુ કે, વધતી માગ સાથે ઈન્ડસ્ટ્રીએ ભારતમાં મજબૂત કોમ્પોનન્ટ બેઝ સ્થાપિત કરવાની જરૂર છે.

પીએલઆઈ જેવી સ્કીમ્સની મદદથી આયાતો પરની નિર્ભરતા દૂર થશે. મેન્યુફેક્ચરિંગને આધાર બનાવી ઈન્ડસ્ટ્રી મજબૂત ગ્રોથ નોંધાવી શકે છે. જે ભારતને મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ સેગમેન્ટનું હબ બનાવશે. લોકડાઉનના લીધે ઈન્ડસ્ટ્રી અમુક પડકારોનો સામનો કરી રહી હોવા છતાં ભવિષ્યનો ગ્રોથ વિશે ઉદ્યોગ સંગઠન ગ્રોથ અંગે આશાવાદી છે.

2020-21માં કોમ્પ્રેસર આધારિત કુલિંગ પ્રોડક્ટ્સના માર્કેટ રિકવર થયાં છે. રિપ્લેસમેન્ટની વધતી તકો, મધ્યમ વર્ગને અનુરૂપ નવી પ્રોડક્ટ્સે માગમાં વધારો કર્યો છે. તમામ પરિબળોને ધ્યાનમાં રાખતાં જણાઈ રહ્યું છે કે, આગામી પાંચ-છ વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ બમણી ગતિએ વધશે. રો મટિરિયલ્સમાં વધતા ફુગાવાને લીધે હાલ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ રૂ. 75 હજાર કરોડનું છે. સ્થાનિક માર્કેટમાં વૃદ્ધિ સાથે મેન્યુફેક્ચરિંગમાં વધારો અને રોકાણોમાં પણ વધારો નોંધાશે.

આગામી બે વર્ષમાં સ્થાનિક બજારો રિકવર થશે
ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટને ગ્રાહકો હજી પ્રાધાન્ય આપી રહ્યાં નથી. જો કે, આગામી બે વર્ષમાં લોકોની ખરીદ શક્તિ વધતાં સ્થિતિ સામાન્ય થશે. સ્થાનિક બજારો કોવિડની અસરમાંથી સંપૂર્ણપણે રિકવર થશે. ઉત્પાદકો પણ રો મટિરિયલ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યાં છે. જેથી આયાત નિર્ભરતા ઘટશે.

કાચા માલની ઊંચી કિંમતોથી આ વર્ષે ખાસ વૃદ્ધિ જોવા મળશે નહીં
રો મટિરિયલ્સના વધતાં ભાવો અને જકાત નૂરમાં વૃદ્ધિના પગલે ઉત્પાદન ખર્ચ વધ્યાં છે. તદુપરાંત ગ્રાહકોની ખરીદીમાં પણ ફેરફાર આવ્યો છે. કોવિડ બાદ બજારો શરૂ થતાં લોકો ધીમે ધીમે સામાન્ય જીવનમાં પરત આવી રહ્યાં છે. લોકો હાલ વિદેશ પ્રવાસ, હોલિડે, કપડાં-જ્વેલરીની ખરીદી પાછળ વધુ રોકાણ કરી રહ્યાં છે. જેથી ચાલુ નાણાકીય વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ અપ્લાયન્સિસ સેગમેન્ટમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળશે નહીં.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...