• Home
  • Business
  • Consumer data can be sent to China through Indian startups, CAIT demanded an inquiry into the investment

અપીલ / ભારતીય સ્ટાર્ટઅપ્સ મારફત ચીનને મોકલી શકાય છે ગ્રાહકોના ડેટા, CAITએ રોકાણ અંગે તપાસની માગ કરી

Consumer data can be sent to China through Indian startups, CAIT demanded an inquiry into the investment
X
Consumer data can be sent to China through Indian startups, CAIT demanded an inquiry into the investment

  • CAITએ કહ્યું- આવા સ્ટાર્ટઅપ્સના ડેટા ચીનના રોકાણકારોને મળી તો નથી રહ્યા? તે અંગે તપાસ થવી જોઈએ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 12:12 PM IST

નવી દિલ્હી. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) ચીનની કંપનીઓ દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સમાં થયેલા રોકાણની તપાસ કરવા માટે માગ કરી છે. CAITએ કહ્યું કે, એ વાતની તપાસ થવી જોઈએ કે ક્યાંક આ સ્ટાર્ટઅપ્સ મારફત કોઈ ડેટા ચીની રોકાણકારોને ઉપલબ્ધ નથી કરતો અને આનાથી દેશની સુરક્ષાને કોઇક ખતરો તો નથી ને?

ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચાઇનીઝ રોકાણની તપાસ
CAIT આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામન, ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને કહ્યું છે કે તપાસ દ્વારા એ નિશ્ચિત થવું જોઈએ કે રોકાણના નામે કોઈ ગડબડ નથી. છે. CAITના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે સીતારામનને લખેલા પત્રમાં કહ્યું છે કે, અમે ચીની કંપનીઓ દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા તપાસની માગ કરીએ છીએ, જેથી ચાઇનીઝ રોકાણકારોને કોઈ ડેટા આપવામાં ન આવે અને આનાથી દેશની સુરક્ષા માટે કોઈ તો ખતરો નથી.

સ્ટાર્ટઅપ્સમાં ચાઇનીઝ કંપનીઓનું મોટું રોકાણ છે
વેપારી સંગઠને કહ્યું હતું કે, ચીનની કંપનીઓ, કે જેમની પાસે ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે, તેની પણ તપાસ થવી જોઇએ કે તેઓ પાસે જે ડેટા છે તેનો દુરૂપયોગ કરી ને ચીનને મોકલવામાં આવી રહ્યો નથી. CAITએ કહ્યું કે, ચીની કંપનીઓનું ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ્સમાં નોંધપાત્ર રોકાણ છે. આમાં ફ્લિપકાર્ટ, PayTM મોલ, PayTM.com, સ્વિગી, ઓલા, ઓયો, ઝોમાટો, પોલિસી બજાર, બિગ બેસ્કેટ, દિલ્હીવેરી, મેક માય ટ્રીપ, ડ્રીમ 11, હાયક, સ્નેપડીલ, ઉડાન, લેન્સકાર્ટ ડોટ કોમ, બાયજુસ ક્લાસિસ, સાઇટ્રસ ટેકનો સમાવેશ થાય છે. આમાંના ઘણા સ્ટાર્ટઅપ્સમાં ચીની કંપનીઓ ખાસ કરીને અલીબાબા, ટેન્સન્ટ અને અન્ય મોટા રોકાણકારો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી