ભારતનો સૌથી મોટો આઈપીઓ એલઆઈસી માટે પડકારો વધ્યા છે. વિશ્વભરમાં વધતી જતી ચિંતાઓ ઉપરાંત રોકાણકારો માટે હાલ માર્કેટનું નેગેટિવ સેન્ટિમેન્ટ આઈપીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ભારત સરકારની રાજકોષીય ખાધ ઘટાડવા માટે આશરે રૂ. 60,000 કરોડની જરૂર છે. તેનો સૌથી મોટો હિસ્સો એલઆઈસીનો 5 ટકા સ્ટેક આઈપીઓ મારફત વેચી એકત્રિત કરવાની યોજના છે.
બીજી બાજુ ગ્લોબલ ઈક્વિટીમાંથી 5 લાખ કરોડની વેચવાલી નોંધાઈ છે. એલઆઈસીના આઈપીઓના લોન્ચિંગથી દેશના મૂડી બજાર માટે પડકારો વધ્યા છે. રિટેલ રોકાણકારો ગતવર્ષે પેટીએમના હાઈપ્રોફાઈલ આઈપીઓની ખોટમાંથી બહાર આવવાના પ્રયાસોમાં છે. LICની ઈશ્યૂ પ્રાઈસ પર IPO નિર્ભર રહેશે
સામાન્ય રીતે નવા રોકાણકારો એલઆઈસીની બ્રાન્ડ વેલ્યૂને મહત્વ આપશે. જો કે, લોંગટર્મ વ્યૂ તેની કામગીરી, માગ, નફાકારકતા અને માર્કેટ હિસ્સા પર નિર્ભર રહેશે. શોર્ટ ટર્મ વ્યૂ સરકારની આઈપીઓ વેલ્યૂએશન અને રિટેલ રોકાણકારોને આપવામાં આવતી ડિસ્કાઉન્ટ ઓફર પર રહેશે. > વિનોદ નાયર, જિયોજીત ફાઈ. સર્વિસિઝ
વેદાંતનું લિસ્ટિંગ આવતીકાલે, ગ્રે માર્કેટમાં રૂ. 12 ડિસ્કાઉન્ટ
માન્યવર બ્રાન્ડની વેદાંત ફેશન્સનો રૂ. 3149.19 કરોડનો આઈપીઓ આવતીકાલે મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. માર્કેટમાં ઘટાડાના વલણના લીધે ગ્રે માર્કેટમાં રૂ. 50 સુધીના પ્રિમિયમ ડિસ્કાઉન્ટમાં કન્વર્ટ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.