• Gujarati News
  • Business
  • Completed Acquisition Of Ambuja Cement And ACC, On Track To Become Largest Cement Producer By 2030

અદાણી ગ્રુપ ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું:અંબુજા સિમેન્ટ અને ACCનું હસ્તાંતરણ પૂર્ણ, 2030 સુધીમાં સિમેન્ટના સૌથી મોટા ઉત્પાદક બનવા તરફ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાના બીજા નંબરની સૌથી ધનિક અને એશિયાના અમીર ગૌતમ અદાણીએ હવે સિમેન્ટ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટ અને એસીસીનું હસ્તાંતરણ પૂર્ણ કરીને ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું છે. અદાણી પરિવારે સ્પેશિયલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ મારફત અંબુજા સિમેન્ટ અને એસીસીનું સફળતાપૂર્વક સંપાદન કર્યું છે.આ સંપાદનમાં હોલ્સિમના અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે. તેનું મૂલ્ય યુએસ ડોલર 6.50 બિલિયન આંકવામાં આવે છે. આ સૌદા પછી અદાણી અંબુજા સિમેન્ટમાં 63.15 ટકા અને એસીસીમાં 56.69 ટકા ધારણ કરશે.

અંબુજા અને ACC ભારતની બે મુખ્ય સિમેન્ટ બ્રાન્ડ્સ
અંબુજા અને ACC ભારતમાં બે અગ્રણી સિમેન્ટ બ્રાન્ડ્સ છે. હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 69.5 મેટ્રિક ટન છે.આ બંને કંપનીઓના ઉત્પાદન અને અંતરિયાળ ક્ષેત્રો સુધી પથરાયેલી એક વિશાળ સપ્લાય ચેઈન છે. તેમના 14 સંકલિત એકમો, 16 ગ્રાઇન્ડિંગ યુનિટ્સ, 79 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 78,000થી વધુ ચેનલ ભાગીદારો દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

10.5 બિલિયન ડોલરમાં સોદો નક્કી થયો
અદાણી ગ્રુપે હોલ્સિમ ઈન્ડીયા ખરીદવા માટે 10.5 બિલિયન ડોલર એટલે કે રૂ.81,361 કરોડમાં સોદો કર્યો છે. અદાણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઓપરેટિંગ પોર્ટ્સ, પાવર પ્લાન્ટ્સ અને કોલસાની ખાણોના મુખ્ય વ્યવસાયથી આગળ વધીને એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને સ્વચ્છ ઊર્જામાં વૈવિધ્યીકરણ કર્યું છે. અદાણી જૂથે ગયા વર્ષે બે સિમેન્ટ પેટાકંપનીઓ સ્થાપી જેમાં અદાણી સિમેન્ટેશન લિમિટેડ જે ગુજરાતના દહેજ અને મહારાષ્ટ્રના રાયગઢ ખાતે બે સિમેન્ટ એકમો સ્થાપવાની યોજના બનાવી હતી.