• Gujarati News
  • Business
  • Complaints Against E commerce Companies Increase 6 Times In 3 Years, More Complaints From UP Maharashtra

ઈ-કોમર્સ પર તવાઈ:ઈ-કોમર્સ કંપનીઓ સામેની ફરિયાદો 3 વર્ષમાં 6 ગણી વધી, UP-મહારાષ્ટ્રથી વધુ ફરિયાદો

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુ.-ઓગસ્ટમાં ઈ-કોમર્સ કંપનીઓ સામે 48% ફરિયાદો, 2019માં માત્ર 8% હતી

ટેક્નોલોજીના યુગમાં ડેટાની સરળ ઉપલબ્ધી, સ્માર્ટફોનના વધી રહેલા વપરાશ અને આકર્ષક ઓફરના કારણે ગ્રાહકો ઓનલાઇન ખરીદી તરફ છેલ્લા કેટલાક વર્ષોથી આકર્ષાયા છે. જોકે, કોરોના મહામારી બાદ ઓનલાઇન શોપિંગનો ક્રેઝ ઝડપભેર વધ્યો હતો.

દેશમાં સૌથી વધુ ગ્રાહકોની ફરિયાદો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓ સામે આવી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ગ્રાહકોની લગભગ અડધી ફરિયાદો ઓનલાઈન શોપિંગ આપતી કંપનીઓ સામે છે. મહત્વની વાત એ છે કે ઈ-કોમર્સ કંપનીઓ સામેની ફરિયાદો દર વર્ષે ઘટવાને બદલે વધી રહી છે. આ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) દ્વારા ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી 48% ફરિયાદો ઈ-કોમર્સ કંપનીઓ સામે હતી.

જે કોરોના મહામારી પહેલાના સમયગાળામાં એટલે કે જાન્યુઆરી-ઓગસ્ટ 2019માં ઈ-કોમર્સ દ્વારા માત્ર 8 ટકા જ ફરિયાદો નોંધાઈ હતી. આનો અર્થ એ છે કે આ ક્ષેત્રની કંપનીઓ સામેની ફરિયાદો માત્ર ત્રણ વર્ષમાં છ ગણી વધી છે. સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ અહેવાલ અનુસાર હેલ્પલાઇન પર પ્રાપ્ત થયેલા કુલ કોલ્સમાં સામાન્ય પૂછપરછનો હિસ્સો બીજા નંબરનો સૌથી મોટો હિસ્સો (14 ટકા) છે.

નબળી સર્વિસ અને રિફંડ કરવામાં નિષ્ફળતા
અહેવાલ અનુસાર ઈ-કોમર્સ સેક્ટર સામે સૌથી વધુ ફરિયાદો રિફંડને લઈને હતી. સર્વિસમાં ઉણપ પછી મોટાભાગના ગ્રાહકોએ દાવાની રકમ પરત ન કરવા સામે ફરિયાદો નોંધાવી હતી. આવી ફરિયાદોની સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશના ગ્રાહકોની નોંધાઇ હતી. આ મામલે મહારાષ્ટ્ર બીજા અને દિલ્હી ત્રીજા ક્રમે છે.

6 લાખ કેસ કોર્ટમાં પેન્ડિંગ: સરકારના જણાવ્યા અનુસાર ગયા મહિના સુધી ગ્રાહકોને લગતા લગભગ 6 લાખ કેસ દેશની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે. તેના નિરાકરણ માટે આગામી થોડા મહિનામાં લોક અદાલતો ગોઠવવામાં આવશે.

ક્યાં કેટલા કેસ પેન્ડિંગ છે
જિલ્લા આયોગ 4.5 લાખ
રાજ્ય આયોગ 1.4 લાખ
રાષ્ટ્રીય ગ્રાહકોના વિવાદ
નિવારણ આયોગ22 હજાર

અન્ય સમાચારો પણ છે...