2023માં આવી શકે છે OYOનો IPO:કંપનીનો સેલ વધ્યો અને નુકસાનમાં ઘટાડો નોંધાયો, SEBI પાસે નવા દસ્તાવેજ જમા કરાવ્યા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

OYOનો IPO 2023ની શરૂઆતમાં આવી શકે છે. હોટલ-બુકિંગ કંપનીએ સોમવારે SEBIને નવા નાણાકીય દસ્તાવેજ જમા કરાવ્યા છે. OYOએ નવેમ્બર 2021માં IPO દસ્તાવેજ જમા કરાવ્યા હતા, પરંતુ કોરોના મહામારીએ કંપનીને નુકસાન પહોંચાડ્યું અને હજારો નોકરીઓમાં ઘટાડો કરવો પડ્યો.

સેલ વધ્યો અને નુકસાન ઘટ્યું
સોમવારે OYO દ્વારા ફાઈલ કરાયેલ પરિશિષ્ટ દર્શાવે છે કે FY23ના પ્રથમ ક્વોટર એટલે કે એપ્રિલ, મે અને જૂનમાં કંપનીની સેલ્સમાં વધારો થયો છે અને નુકસાનમાં ઘટાડો થયો છે. OYOની પ્રથમ ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક રૂ. 1,459.3 કરોડ રહી હતી. કંપનીએ Q1FY23માં હોટેલ દીઠ કુલ બુકિંગ મૂલ્યમાં 47%ની વૃદ્ધિ નોંધાવી છે જે રૂ. 3.25 લાખ રહી, જે નાણાકીય વર્ષ 2022માં રૂ. 2.21 લાખ હતી.

ખર્ચમાં 44.4%નો ઘટાડો
OYOએ દાવો કર્યો છે કે તેના જનરલ અને એડમિનિસ્ટ્રેટિવ ખર્ચમાં 44.4%નો ઘટાડો નોંધાયો છે. FY22માં તે 515.4 કરોડ થયો છે, જે FY21માં 927 કરોડ રૂપિયા હતો. કર્મચારીઓનો ખર્ચ પણ FY21માં 26.5% ઘટીને રૂ.1,520.4 કરોડથી રૂ.1,117.2 કરોડ થયો છે.

OYOની શરૂઆત 2013માં થઈ હતી
OYOની શરૂઆત 2013માં રિતેશ અગ્રવાલે કરી હતી, તે સમયે તેમની ઉંમર 19 વર્ષની હતી. OYO રૂમ્સે સસ્તા હોટલને ટાર્ગેટ કર્યા. તે હોટલ વાળા પાસે જતા હતા અને તેમને પોતાની સાથે જોડતા હતા. ત્યાર બાદ તે લોકો હોટલની બ્રાન્ડિંગ, માર્કેટિંગ, ટેક્નોલાજી સપોર્ટ, કસ્ટમર મેનેજમેન્ટ અને તેના દેખાવ કરતા થયા. તેનાથી હોટલનો બિઝનેસ 2 ગણો વધી ગયો.

ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા અને યુરોપ પર ફોકસ
સોફ્ટબેંક અને લાઇટસ્પીડ વેન્ચર પાર્ટનર્સ જેવા ઉચ્ચ-પ્રોફાઇલ રોકાણકારોના સમર્થન સાથે, તે ઝડપથી દક્ષિણપૂર્વ એશિયા, ચીન, યુરોપ અને અમેરિકામાં વિસ્તર્યું. હાલ સ્ટાર્ટઅપ ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા અને યુરોપ. તેણે યુએસ અને ચીન જેવા બજારોમાં કામગીરીમાં ઘટાડો કર્યો છે. અહીં હવે તેના કર્મચારીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં છે.

અન્ય સમાચારો પણ છે...