• Gujarati News
  • Business
  • Company's Co founder And CTO Gunjan Patidar Resigns, 3 Top Officials Have Already Resigned

Zomatoને એક બીજો મોટો ઝટકો:કંપનીના કો-ફાઉન્ડર અને CTO ગુંજન પાટીદારે આપ્યું રિઝાઇન, 3 ટોપ ઓફિશિયલ્સ પહેલાં જ આપી ચૂક્યા છે રાજીનામું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) ગુંજન પાટીદારે સોમવારે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા ઘણા સમયથી કંપનીના ટોપ લેવલના ઓફિસરો લગાતાર રાજીનામાં આપી રહ્યા છે. હવે આ લિસ્ટમાં ગુંજન પાટીદારનું નામ સામેલ થયું છે. તેઓ પંકજ ચઠ્ઠા, ગૌરવ ગુપ્તા અને મોહિત ગુપ્તા બાદ કંપની છોડનારા ચોથા કો-ફાઉન્ડર છે. ચઠ્ઠા 2018માં અને ગૌરવ 2021માં બહાર નીકળી ગયા હતા.

પાટીદારે કંપની માટે કોર ટેક સિસ્ટમ બનાવી. ગુરુગ્રામ સ્થિત કંપની ઝોમેટોએ કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી વધુ સમયમાં તેમણે એક ટેક લીડરશિપ ટીમને ઊભી કરી. કંપનીએ ફાઇલિંગમાં એ પણ બતાવ્યું કે પાટીદાર કી-મેનેજરિયલ પર્સનલ (KMP) નહોતા. પાટીદારની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેમણે 14 વર્ષ સુધી કંપની માટે કામ કર્યું. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન IIT-દિલ્હીથી કર્યું છે, જ્યાંથી ઝોમેટોના CEO દીપિંદર ગોયલ પણ ભણ્યા છે.

કો-ફાઉન્ડર મોહિતએ આપ્યું હતું રાજીનામું
પાટીદારનાં કેટલાંક વીક પહેલાં કંપનીના એક બીજા કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. મોહિતના પહેલાં ઝોમેટોના ન્યૂ ઇનિશિએટિવ હેડ અને પૂર્વ ફૂડ ડિલિવરી ચીફ રાહુલ ગાંજૂ અને તેમના ઇન્ટરસિટી લીજેન્ડ સર્વિસીસ હેડ સિદ્ધાર્થ ઝવારે રાજીનામું આપ્યું હતું. રાહુલ ગાંજૂએ કંપનીની સાથે 5 વર્ષ જોડાઇ રહેવા બાદ નવેમ્બરમાં કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. તો ઝવાર પણ નવેમ્બરમાં કંપનીમાંથી રાજીનામું આપીને એડટેક યુનિકોર્ન મોલોકોમાં જતા રહ્યા હતા.

એક વર્ષમાં ઝોમેટોના શેર 57.34% ગગડ્યા
ઝોમેટોના શેર આજે BSE પર 1.69% ગગડીને 60.30 રૂપિયા પર બંધ રહ્યો. છેલ્લા મહિનામાં કંપનીના શેરોમાં આશરે 7.87%નો ઘટાડો આવ્યો છે. ત્યાં પાછલા એક વર્ષમાં કંપનીના શેર આશરે 57.34% સુધી ગગડી ગયા છે. Q2FY23માં ઝોમેટોનો નેટ લોસ ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં રજિસ્ટર 434.9 કરોડના મુકાબલે 250.8 કરોડ રૂપિયા હતો. ઓપરેશનથી કંપનીની રેવેન્યૂ 62.20% વધીને 1,661.3 કરોડ રૂપિયા થઇ ગઇ.

પંકજ અને દીપકે લોન્ચ કરી હતી ઝોમેટો
ઝોમેટોને પંકજ ચઠ્ઠા અને દીપેન્દ્ર ગોયલે મળીને 2008માં લોન્ચ કરી હતી. કંપનીને શરૂ કરવાની કહાની ખૂબ રોચક છે. થયું એવું કે દીપેન્દ્ર રોજની જેમ ઓફિસ ગયા હતા અને કેન્ટીનમાં ખાવાના મેન્યૂની રાહ જોઇ રહ્યા હતા. તેમને લાગ્યું કે મેન્યૂમાં ઘણો સમય લાગી રહ્યો છે.

તેમણે ખાવાનું મેન્યૂ સ્કેન કરીને ઇન્ટરનેટ પર નાખ્યું તો લોકોને ઘણું પસંદ આવ્યું. પછી શું... અહીંથી તેમને એક વેબસાઇટનો આઇડિયા આવ્યો. જેમાં લોકોને આસપાસની રેસ્ટોરન્ટની જાણકારી મળી શકે. દીપેન્દ્રએ પોતાના મિત્ર પંકજ ચઠ્ઠાની મળીને વર્ષ 2008માં ‘ફૂડીબે’ ખોલી, જેનું નામ 2010માં બદલીને ઝોમેટો કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...