OLAમાં કર્મચારીઓની છટણી:કંપની 500 કર્મચારીઓની છટણી કરી શકે છે, નોન-સોફ્ટવેર એન્જિનિયરિંગ ડોમેન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

OLA સોફ્ટવેર વર્ટિકલમાં 500 જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાના ઘણા કર્મચારી OLA એપમાં કામ કરી રહ્યા હતા. આ પગલું ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ ઘટતા લેવામાં આવ્યું છે. ઓગસ્ટમાં કંપની માત્ર 3,351 સ્કૂટર જ વેચી શકી હતી.

છેલ્લા ઘણા મહિનાઓથી કંપની રીસ્ટ્રક્ચરિંગ પર કામ કરી રહી છે. કંપનીએ અગાઉ પ્રી-ઓન કાર બિઝનેસ, ઓલા કાર્સ અને ક્વિક કોમર્સ બિઝનેસ ઓલા ડેશ બંધ થવાને કારણે લગભગ 2,000 કર્મચારીઓની છટણી કરી હતી. ભાવિશ અગ્રવાલની નેતૃત્વ ટીમના સભ્યો સહિત 30થી વધુ વરિષ્ઠ અધિકારીઓએ છેલ્લા બે વર્ષમાં રાજીનામું આપ્યું છે.

નોન-સોફ્ટવેર એન્જિનિયરિંગ ડોમેન પર ફોકસ
ઓલાના પ્રવક્તાએ છટણીની સંખ્યા પર ટિપ્પણી કરવાની ના પાડી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું, 'ભારતની સૌથી મોટી EV કંપની ઓલા ઈલેક્ટ્રિક વ્હીકલ, સેલ, મેન્યુફેક્ચરિંગ અને ઓટોમેશનમાં એન્જિનિયરિંગ અને R&D ક્ષમતાઓના નિર્માણની સાથે નોન-સોફ્ટવેર એન્જિનિયરિંગ ડોમેન પર ફોકસ કરી રહી છે.

બેટરી પર્ફોર્મન્સ અને સર્વિસને લઈ ગ્રાહકોની ફરિયાદ
ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાના અન્ય 8 બનાવોની તપાસ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તપાસમાં વિવિધ ઇલેક્ટ્રિક વાહન કંપનીઓના બેટરી પેકમાં ઉપયોગમાં લેવાતા કોષોની ગુણવત્તામાં ખામીઓ જોવા મળી હતી. ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં છેલ્લા 9 મહિનાથી કંપનીને સોફ્ટવેર, બેટરી પર્ફોર્મન્સ અને સર્વિસને લઈ ગ્રાહકોની ફરિયાદનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતીય સ્ટાર્ટઅપ્સમાં છટણી
ઈન્ડિયન સ્ટાર્ટઅપ વર્ષના પ્રથમ 6 મહિનામાં લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરી ચૂક્યા છે. વર્ષ પૂર્ણ થતા આ સંખ્યા વધી 60 હજાર પણ પહોંચી શકે છે. Ola, Blinkit, Byju's, Unacademy, Vedantu, Cars24, Mobile Premier League, Lido Learning, mFine, Trail, Furlanco અને અન્ય ઘણી કંપનીઓએ આ વર્ષે અત્યાર સુધીમાં હજારો કર્મચારીઓની છટણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...