મોટાભાગની કંપનીઓ પ્રિ-કોવિડ સ્તરે ઝડપથી રિકવર થઈ છે. જેના પગલે પગાર વધારો પણ પ્રિ-કોવિડ સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે કર્મચારીઓને પગારમાં સરેરાશ 9 ટકા ઈન્ક્રિમેન્ટનો અંદાજ છે. મર્સરના ટોટલ રિમ્યુનરેશન સર્વે મુજબ, કંપની બોર્ડ પોઝિટીવ ઈકોનોમિક અને બિઝનેસ સેન્ટિમેન્ટના આધારે 2022માં પગારમાં 9 ટકા વધારો આપી શકે છે. જે 2020માં 7.7 ટકા હતો.
ટેક્નોલોજી કંપનીના તમામ કર્મચારીઓને 2021ના 8 ટકા પગાર વધારા સામે 2022માં 9 ટકા પગાર વધારો મળશે. જે પ્રિ-કોવિડ 2019ના 9 ટકાના સ્તરે છે. સોફ્ટવેર ડેવલોપમેન્ટ, આરએન્ડડી, પ્રિ-સેલ્સ પ્રોડક્ટ કન્સલ્ટિંગ અને ડેટા સાયન્સ સહિત ઈન્ટરનેટ જોબ સેગમેન્ટમાં 12 ટકા પગાર વધારો મળી શકે છે. ટેક્નોલોજી આધારિત સ્કીલ્સમાં ઉંચો પગાર વધારો મળશે.
મર્સરે કુલ 988 કંપનીઓ, 5700 જોબ ફંક્શન અને 14 લાખ કર્મચારીઓ વચ્ચે સર્વે હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પગારમાં વધારો કુશળતા, સ્થળ અને પર્ફોર્મન્સ ઉપરાંત કંપનીની નાણાકીય સ્થિતિના આધારે જુદો-જુદો હોઈ શકે છે.
એક વર્ષમાં થયેલી ભરતીમાં ઊંચા પગાર
છેલ્લા એક વર્ષમાં ભરતી કરવામાં આવેલા કર્મચારીઓના પગાર જુના કર્મચારીઓની તુલનાએ ઉંચા રહ્યા છે. જેમાં ખાસ કરીને સીનિયર મેનેજરની ભૂમિકા મહત્વની રહી છે. કંપનીઓએ આઈટી, પ્રોડક્ટ ઓર્ગેનાઈઝેશન સહિતના ટેક્નો ફંક્શનલ રોલ માટે ઉંચા પગાર સાથે એન્ટ્રી લેવલના કર્મચારીઓની ભરતી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.