તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિલિકોન વૅલીથી આઇટી કંપનીઓનો મોહભંગ થઇ રહ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓ ટેસ્લા, ઓરેકલ, એચપી સહિત ડઝનબંધ કંપનીઓ અને તેમના એક્ઝિક્યુટિવ્સ ટેક્સાસમાં વસી રહ્યા છે. તેમાંથી કેટલીક કંપનીઓએ જણાવ્યું કે તેઓ જટિલ ટેક્સ પ્રક્રિયા અને બિનજરૂરી નિયમોના કારણે જ કેલિફોર્નિયા છોડી રહી છે
. તદુપરાંત, ત્યાં રહેવું બહુ ખર્ચાળ છે. ત્યાં કોસ્ટ ઑફ લિવિંગ દેશની સરેરાશથી 50% વધુ છે. કામમાં સરળતા મામલે આ રાજ્ય 48મા નંબરે છે. તેથી 2 વર્ષમાં 13 હજાર કંપનીઓ કેલિફોર્નિયા છોડી ચૂકી છે. આ ટ્રેન્ડ અંગે ફાયનાન્સ એનાલિસ્ટ ડેન ઇવેસ કહે છે, ‘પલાયન આ રીતે જ જારી રહ્યું તો ટૂંક સમયમાં ટેક્સાસ નવી સિલિકોન વૅલી બની જશે. ટેક્સાસમાં રહેવું બહુ સસ્તું છે. માત્ર તેનાથી જ કંપનીઓનો ખર્ચ 30% ઘટી જાય છે.
વળી, ટેક્સાસની સિલિકોન હિલ્સ આ કંપનીઓને અડધા રોકાણ અને ખર્ચ સાથે સિલિકોન વૅલી જેવી ફીલ કરાવે છે.’ અહીં એમેઝોન, એપલ, સિસ્કો, ઇબૅ, ફેસબુક, ગૂગલ, આઇપીએમ, ઇન્ટેલ, પે પાલ, પ્રોકોર, સિલિકોન લેબ્સ, ડેલ જેવી કંપનીઓ પહેલેથી સક્રિય છે. ટેક કંપનીઓના માલિકો પણ ટેક્સાસના ઓસ્ટિન, હ્યૂસ્ટન અને મિયામીમાં વસી રહ્યા છે. વિશ્વના બીજા સૌથી ધનિક શખસ ઇલોન મસ્કે ઓસ્ટિનને પોતાનું ઠેકાણું બનાવ્યું છે.
મિયામી સિલિકોન વૅલીથી શિફ્ટિંગ માટેનું મુખ્ય સ્થળ બન્યું છે. શટરસ્ટૉકના ફાઉન્ડર જોનાથન ઓરિંગર, કીથ રાબાઇસ અને ડેવિડ બ્લૂમબર્ગ જેવા ઉદ્યોગપતિઓ મિયામીમાં વસી ચૂક્યા છે. મેયર ફ્રાન્સિસ સુઆરેજ કહે છે કે તેમની ઇલોન મસ્ક, ટ્વિટરના સીઇઓ જેક ડોરસી, ગૂગલના પૂર્વ સીઇઓ એરિક શ્મિટ જેવી હસ્તીઓ સાથે વાત થઇ છે.
બધા મિયામીમાં શિફ્ટ થવા માટે ઉત્સુક છે. અમે આ કંપનીઓને રેડ ટેપિઝમથી મુક્તિ અપાવવા આઇટી અધિકારીઓની નિયુક્તિ કરવાના છીએ. હાલ કેલિફોર્નિયાની વસતી અને નોકરીમાં વૃદ્ધિ બંનેની ગતિ ધીમી થઇ ગઇ છે. કોરોનાના કારણે અંતરિયાળ વિસ્તારમાં કામ કરવાની છૂટ મળતાં અંદાજે 1.35 લાખ લોકોએ કેલિફોર્નિયા છોડી દીધું છે. લિન્ક્ડઇન ડેટા મુજબ, સિલિકોન વૅલીમાં આવતા કર્મચારીઓની સંખ્યા 35% ઘટી છે. કેલિફોર્નિયાએ મોટી ટેક કંપનીઓના કેપિટલ ગેઇન ટેક્સ અને આઇપીઓથી મળનારા ટેક્સથી 1.8 લાખ કરોડ રૂ.ની કમાણી કરી છે.
35% ભારતીય પરિવારોએ કેલિફોર્નિયા છોડ્યું
કેલિફોર્નિયામાં રહેતી સમીરા કહે છે કે લાંબા સમય માટે કેલિફોર્નિયામાં વસવું બહુ મુશ્કેલ છે. તેમના જણાવ્યા પ્રમાણે, 35% ભારતીય પરિવારોએ ગત વર્ષે કેલિફોર્નિયા છોડી દીધું છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.