તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Climate Change And Corona Have Increased The Demand For Weather Forecasters, Who, Like Hedge Funds, Will Now Have Water Fund Managers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ક્લાઈમેટ ચેન્જ અને કોરોનાને કારણે હવામાનની આગાહી કરનારાની માગ વધી, હેજ ફંડની જેમ હવે જલ ફંડ મેનેજર હશે

નવી દિલ્હી24 દિવસ પહેલાલેખક: રિતેશ શુક્લ
  • કૉપી લિંક

દુનિયાભરમાં હવામાનની આગાહી કરનારાની માગમાં તેજી આવી છે. કારણ - ક્લાઈમેટ ચેન્જ કે જળવાયુ પરિવર્તનના કારણે હેજ ફંડ્સ જેવી નાણાસંસ્થાઓ પણ પાણીનાં સ્રોતોમાં રોકાણ કરી રહી છે. જેવું તેઓ એક સમયે કોમોડિટી, શેર અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી હતી. હવે તો અમેરિકાના નેસ્ડેકમાં પાણીનો ઈન્ડેક્સ પણ બની ચૂક્યો છે અને 7 ડિસેમ્બરથી પાણીનું વાયદા બજાર પણ ગરમ રહે છે.

યાદ કરો, સપ્ટેમ્બર, 2020માં કેલિફોર્નિયામાં દોઢ લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા હતા અને 2800થી વધુ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકાની સરકાર સંતુષ્ટ હતી, કેમ કે આ આંકડો ઓગસ્ટની સરખામણીએ 40% ઓછો હતો. આ જ સમયે અહીં સળંગ 8મા વર્ષે દુષ્કાળ પડ્યો હતો. એટલે સપ્ટેમ્બરમાં જાહેરાત થઈ કે રાજ્યમાં પાણી પણ વાયદા બજારમાં વેચાશે.

નચિકેતા આચાર્ય આંકડાકીય હવામાન વિજ્ઞાની છે. તેમણે આઈઈટી દિલ્હી, આઈઆઈટી ભુવનેશ્વર, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, સિટી યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક અને કોલંબિયા યુનિવર્સિટીમાં હવામાન અને જળ ઉપલબ્ધતા પર ઘણું કામ કર્યું છે. વર્તમાનમાં તેઓ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના હવામાન વિભાગ સાથે રિસર્ચ પ્રોફેસર તરીકે જોડાયેલા છે. તેઓ કહે છે કે છેલ્લા કેટલાક મહિનામાં તેમને અને તેમના જેવા અનેક વિજ્ઞાનીઓને નોકરીની ઓફર કરનારામાં સરકાર અને યુનિવર્સિટી ઉપરાંત પાણીના વેપાર સાથે જોડાયેલી અનેક કંપનીઓ પણ હતી.

અમે જ્યારે આ વિષય ભણતા હતા ત્યારે વિચારતા હતા કે અમને નોકરી ક્યાં મળશે. જોકે, હવે જળવાયુ પરિવર્તન અને કોવિડે અચાનક હવામાન વિજ્ઞાનીઓની માગ વધારી દીધી છે. જો પાણી વાયદા બજારમાં ખરીદી-વેચી શકાય છે અને હેજ ફંડ્સ તેમાં રસ લઈ રહ્યા છે તો આગામી વર્ષોમાં હવામાન વિજ્ઞાનીઓની માગમાં જોરદાર વધારો થશે. હેજ ફંડ મેનેજરની જેમ જલ ફંડ મેનેજર પણ જોવા મળી શકે છે. આ એવા લોકો હશે જે વરસાદ, હિમવર્ષા અને દુષ્કાળની ભવિષ્યવાણી કરશે. તેના આધારે જ વાયદા બજારમાં પાણીની કિંમત નક્કી થશે. તેના આધારે જ ખેતી અને ઔદ્યોગિક પદાર્થોની કિંમતમાં વધારો-ઘટાડો થશે.

આજે પૃથ્વી દિવસ: કોવિડ અને હવામાને વિજ્ઞાનીઓને ભ્રમમાં નાખ્યા
કોરોનાએ ભારતના ગરમ પ્રદેશ કેરળથી માંડીને યુરોપના ઠંડા દેશોમાં પણ હાહાકાર મચાવ્યો છે. આ હકીકતે વિજ્ઞાનીઓને ભ્રમમાં નાખી દીધા છે. અનેક રિસર્ચમાં કોરોનાનો હવામાન સાથેનો સંબંધ જણાવાયો છે તો કેટલાકે નકારી દીધો છે. પ્રો. નચિકેતા કહે છે કે, માત્ર એક વર્ષમાં નિષ્કર્ષ સુધી પહોંચવા આ ડેટા પૂરતો નથી. જો કેટલાંક વર્ષ પછી આ સંબંધ સાબિત થઈ જાય છે તો વેક્સિન રિસર્ચર્સની જેમ હવામાનની આગાહી કરનારાની માગ વધી જશે. કોણ જાણે છે કે પાણીની સાથે વેક્સિનનું પણ વાયદા બજારમાં ખરીદ-વેચાણ શરૂ થઈ જાય?

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો