Xiaomi India:ચીનની સ્માર્ટફોન કંપનીએ રૂપિયા 653 કરોડની કરચોરી કરી, વસુલાત માટે નોટિસ પાઠવવામાં આવી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

ભારતમાં MI બ્રાન્ડ નામથી મોબાઈલ હેન્ડસેટનું વેચાણ કરતી ચીનની કંપની શાઓની ઈન્ડિયા (Xiaomi India)એક મોટી કરચોરીમાં ફસાઈ ગઈ છે. તેની ઉપરને કોરાણે મુકી રૂપિયા 653 કરોડની કરચોરીનો આરોપ મુકાયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ચાઈનિઝ સ્માર્ટફોન કંપની શાઓમી ઈન્ડિયા સામે રૂપિયા 653 કરોડની કરચોરી પકડી છે. DRIએ મોબાઈલ તૈયાર કરનારી ચાઈનીઝ કંપનીને ત્રણ કારણદર્શક નોટીસ (show cause notice)પાઠવી કસ્ટમ ડ્યુટીની ચુકવણી કરવા માટે કહેવામાં આવ્યું છે. શાઓમી ઈન્ડિયાએ 1લી એપ્રિલ, 2017થી 30 જૂન,2020 સુધી આ કસ્ટમ ડ્યુટીની ચુકવણી કરી નથી. DRIના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેને કસ્ટમ એક્ટ, 1962 હેઠળ રિકવરી નોટિસ આપવામાં આવી છે.

આ અગાઉ ગુપ્તચર માહિતીના આધારે મેસર્સ સાઓમી ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (શાઓમી ઈન્ડિયા) અંડરવેલ્યુએશન મારફતે કસ્ટમ ડ્યુટીની ચોરી કરતી હતી. DRI દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સમયે શાઓમી ઈન્ડિયાના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા અને આ અંગે અનેક મહત્વના દસ્તાવેજ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સમયે અમેરિકાની ક્વોલકોમ અને ચીનની બેઈજીંગ સ્થિત શાઓમી મોબાઈલ સોફ્ટવેર કંપની લિમિટેડના રોયલ્ટી તથા લાઈસન્સ સંબંધિત માહિતી સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...