સાવિત્રી જિંદાલ બન્યાં એશિયાના સૌથી અમીર મહિલા:89.49 હજાર કરોડ રૂપિયાની સંપત્તિની સાથે ટોપ પર, ચીનની ફેન હોંગવી બીજા નંબરે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના સાવિત્રી જિંદાલ હવે એશિયાના સૌથી અમીર મહિલા બની ગયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ સાવિત્રીની પાસે 89.49 હજાર કરોડ રૂપિયા (11.3 અબજ ડોલર)ની સંપત્તિ છે. બીજા નંબરે ચીનની ફેન હોંગવી છે. તેની પાસે પણ 11.3 અબજ ડોલરની સંપત્તિ છે.

2021માં એશિયાની સૌથી અમીર મહિલા ચીનની યાંગ હુઈયાન હતી, જે હવે ત્રીજા નંબરે આવી ગયા છે. તેમની સંપત્તિ 87.11 હજાર કરોડ (11 અબજ ડોલર) છે.

સૌથી અમીર લોકોમાં સાવિત્રી 164માં નંબરે
બ્લૂમબર્ગની દુનિયાના અબજપતિઓની લિસ્ટમાં સાવિત્રી 164માં સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે 9.35 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

સાવિત્રી જિંદાલ, જિંદાલ ગ્રુપના ચેરપર્સન છે. કંપની ભારતમાં સ્ટીલની ત્રીજી સૌથી મોટી ઉત્પાદક છે અને સિમેન્ટ, ઉર્જા અને બુનિયાદી વસ્તુઓના ક્ષેત્રે કામ કરે છે.

કોલેજ ક્યારેય નથી ગયા
એક રિપોર્ટ મુજબ, સાવિત્રી જિંદાલ ક્યારેય કોલેજ નથી ગયા. તેમ છતાં પતિના અચાનક મૃત્યુ પછી તેમને જ આખો વ્યવસાય સંભાળ્યો. તેઓ કહે છે કે જિંદાલ પરિવારમાં મોટાભાગની મહિલાઓ ઘરની જવાબદારી સંભાળે છે. જ્યારે પુરુષ બહારના કામ જુએ છે. જેને લઈને સાવિત્રીને પોતાના પતિનો વ્યવસાય સંભાળવામાં ઘણી મહેનત કરવી પડી.

આસામમાં જન્મ, હરિયાણામાં લગ્ન, દુનિયાભરમાં કર્યું નામ
સાવિત્રી દેવી 1950માં આસામના તિનસુકિયામાં જન્મ્યાં. 1970માં જિંદાલ ગ્રુપના ફાઉન્ડર હરિયાણાના ઓમપ્રકાશ જિંદાલ સાથે તેમના લગ્ન થયા. જિંદાલ ગ્રુપ સ્ટીલની સાથે અનેક સેક્ટરમાં એક્ટિવ છે. ઓપી જિંદાલ અને સાવિત્રીના 9 બાળકો છે. ચાર પુત્ર- પૃથ્વીરાજ જિંદાલ, સજ્જન, રતન અને નવીન છે.

સૌથી મોટા પુત્ર પૃથ્વીરાજ, જિંદાલ સૉ કંપનીના ચેરમેન છે. બીજા પુત્ર સજ્જન જિંદાલે JWS કંપનીની કમાન સંભાળી છે. ત્રીજા પુત્ર રતન કંપનીમાં ડાયરેક્ટરની પોસ્ટ પર છે. તો પરિવારના સૌથી નાના પુત્ર નવીન જિંદાલ 'જિંદાલ સ્ટીલ'ના ચેરમેન છે. સાથે જ તેઓ સાંસદ પણ છે.

અન્ય સમાચારો પણ છે...