કેમિકલ ઇન્ડસ્ટ્રી માંગમાં વૃદ્ધિ:દેશમાં કેમિકલ માંગ 2040 સુધીમાં $1,000 અબજ થશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ સેક્ટર 2027 સુધીમાં 11-12%ના દરે વૃદ્ધિ નોંધાવશે

દેશમાં વર્ષ 2040 સુધીમાં કેમિકલની સ્થાનિક માંગ $1,000 અબજ પર પહોંચે તેવી સંભાવના હોવાથી આગામી બે દાયકાઓમાં ભારત વૈશ્વિક વપરાશમાં પાંચમાં ક્રમાંકે પહોંચશે તેવો અંદાજ મેકકિન્સે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મેકકિન્સેના રિપોર્ટ “ઇન્ડિયા: ધ નેક્સ્ટ કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ હબ’ અનુસાર છેલ્લા એક દાયકા દરમિયાન દેશની કેમિકલ ઇન્ડસ્ટ્રી માંગમાં વૃદ્ધિ તેમજ શેરધારકોની સંપત્તિના સર્જનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં અવ્વલ સાબિત થઇ છે.

આગામી સમયમાં ઇન્ડસ્ટ્રી વપરાશ તેમજ વૈશ્વિક પરિદૃશ્યમાં ઉત્પાદનના સંદર્ભે પણ પ્રભુત્વ સાથેની ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. સેક્ટર વર્ષ 2021-27 દરમિયાન સેક્ટર 11-12 ટકાની તેમજ વર્ષ 2027-40 દરમિયાન 7-10%ની વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. ભારત આગામી બે દાયકામાં કેમિકલના વૈશ્વિક વપરાશમાં 20 ટકાથી વધુ હિસ્સો ધરાવતું હશે.

સ્થાનિક વપરાશ અને માંગ પણ વર્ષ 2021ના $170-180 અબજથી વધીને વર્ષ 2040 સુધીમાં $850-1000 અબજ પર પહોંચવાની શક્યતા છે. બાયોફ્રેન્ડલી પ્રોડક્ટ્સની વધતી માંગથી ભારતને ફાયદો થઇ શકે છે, કારણ કે આ પ્રકારની પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલના ઉત્પાદનમાં ભારત પણ ટોચના ઉત્પાદકોમાંથી એક છે.

સતત વિકસતા ભૌગોલિક રાજકીય પરિદ્રશ્ય તેમજ અત્યારના મેન્યુફેક્ચરિંગ માર્કેટથી વૈવિધ્યના પ્રયાસના ભાગરૂપે અનેક કંપનીઓ તેમની સપ્લાય-ચેઇનને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે પ્રયાસરત છે ત્યારે વૈશ્વિક કંપનીઓ માટે ભારત પસંદગીનો દેશ બનશે.

દેશમાં કેમિકલની માંગ 9-10%ના CAGRથી વધશે
દેશમાં આવકમાં વૃદ્ધિ, સાનુકૂળ માહોલ, વૈશ્વિક સ્તરે બાયોફ્રેન્ડલી પ્રોડક્ટ્સની વધતી માંગ, વૈશ્વિક કેમિકલ સપ્લાય ચેઇનમાં વધી રહેલા વૈવિધ્ય જેવા અનેકવિધ પરિબળોને કારણે આગામી વર્ષોમાં દેશમાં કેમિકલની માંગ 9-10%ના CAGRથી વધવાની શક્યતા છે. માંગમાં વૃદ્ધિમાં સૌથી વધુ યોગદાન સ્પેશ્યિાલિટી કેમિકલ સેગમેન્ટમાં રહેશે. જે દેશની નિકાસમાં $20 અબજથી વધુના યોગદાનની ક્ષમતા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...