તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Cheaper Housing And Cheaper Loans Will Boost Sales In The Realty Segment, Increasing Demand For Ready made Properties

ભાસ્કર માર્કેટ રિપોર્ટ:સસ્તા મકાન અને સસ્તી લોન રિયાલ્ટી સેગમેન્ટમાં વેચાણો વધારશે, રેડી પ્રોપર્ટીની માગ વધી

નવી દિલ્હી/મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટબંધી બાદ મંદીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરમાં આશાનું કિરણ, તહેવારોમાં રિયલ એસ્ટેટમાં ખરીદી વધવાની ધારણા
  • મકાન ખરીદવા માટે હાલ યોગ્ય સમય, અન્ય સેક્ટર્સમાં સુધારાથી રોકાણકારોનું આ સેક્ટર્સમાં આકર્ષણ વધશે

નોટબંધી બાદ સુસ્તીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરમાં આગામી તહેવારોની સિઝનમાં વેચાણો વધવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. ડેવલપર્સે જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં પોતાનુ મકાન લેવાની ઈચ્છા વધી છે. પાંચ વર્ષમાં સૌથી નીચા ભાવે અને અત્યારસુધીના સૌથી સસ્તા દરે મળતી લોન મકાન ખરીદવા માટે પ્રેરિત કરશે. ગ્રાહકોને આકર્ષવા માટે ડેવલપર્સ પણ વિવિધ ઓફર્સની તૈયારી સરૂ કરી છે.

રિયલ એસ્ટેટ કારોબારીઓના સંગઠન ક્રેડાઈ અને નારેડકોએ અંદાજ મૂક્યો છે કે, કોરોનાને લીધે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળેલી અડચણો હવે દૂર થશે. નવરાત્રીમાં દેશભરમાં રિયલ એસ્ટેટમાં સૌથી વધુ બુકિંગ જોવા મળે છે. આ વખતે પ્રોપર્ટીના સારા બુકિંગ થવાનો અણસાર છે. હાઉસિંગ.કોમ અને પ્રોપટાઈગર ગ્રુપે જારી કરેલા રિયલ ઈનસાઈટ ક્યુ-3,20 રિપોર્ટમાં પણ રિયલ એસ્ટેટમાં ઝડપી રિકવરીના સંકેતો આપ્યા છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકની તુલનાએ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘરના વેચાણો 85 ટકા વધ્યા છે.

પ્રોપટાઈગર એન્ડ હાઉસિંગ.કોમના ગ્રુપ સીઈઓ ધ્રુવ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, અર્થવ્યવસ્થાના વિભિન્ન સેક્ટર્સની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો છે. આગામી તહેવારની સિઝનમાં રિયલ એસ્ટેટ સેક્ટરની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે. જેના પરથી આગામી 12 મહિનાના માગ પરિદ્રશ્ય નક્કી થશે. સૌથી વધુ માગ 45 લાખ સુધીની કિંમત ધરાવતા રેડી ટુ પઝેશન ઘરોની રહેશે.

માલિકીના ઘરની ખરીદીને પ્રાધાન્ય
નારડેકોના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. નિરંજન હીરાનંદાનીએ જણાવ્યું કે, વર્ક ફ્રોમ હોમના લીધે ભાડાના ઘરમાં રહેતા લોકો પોતાનુ ઘર ખરીદી રહ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા ઉપરાંત હોમ લોનનો દર સૌથી ઓછો છે. તહેવારોની સિઝનમાં ઘરના વેચાણો વધવાનો આશાવાદ છે.

રિયલ એસ્ટેટમાં ઝડપી રિકવરી નોંધાશે
પ્રોપટાઈગર એન્ડ હાઉસિંગ.કોમના ગ્રુપ સીઈઓ ધ્રુવ અગ્રવાલે જણાવ્યું કે, કોરોના કાળમાં માલિકીના મકાનનુ મહત્વ સમજાયુ છે. એવામાં પ્રોપર્ટીના નીચા ભાવો અને લોનના નીચા વ્યાજદરોના લીધે લોકો ઘર ખરીદવા માટે ઉત્સુક બન્યા છે. આશાવાદ છે કે, તહેવારની સિઝનમાં આકર્ષક વેચાણો નોંધાશે. અને રિયલ એસ્ટેટમાં ઝડપી રિકવરી આવશે.

મકાન ખરીદવા માટે યોગ્ય સમય, કારણ- ભાવ અને લોનના દરોમાં ઘટાડો

  • નિષ્ણાતો અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી ઘરના ભાવો સ્થિર રહ્યા છે. હોમ લોન પર વ્યાજદર 15 વર્ષના તળિયે પહોંચ્યા છે. અગ્રવાલે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોએ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેના લીધે હાલ મકાન ખરીદવા માટે શ્રેષ્ઠ સમય છે. તહેવારની સિઝનમાં ઘર ખરીદીનુ પ્રમાણ વધે છે.
  • કેન્દ્ર દ્રારા મળતી વ્યાજ સબસિડી 31 માર્ચ-21 સુધી લંબાવાઈ
  • રોકાણના અન્ય વિકલ્પ સોના-ચાંદી મોંઘા બન્યા, પ્રોપર્ટીના રેટ સ્થિર છે
  • તહેવારો માટે ડેવલપર્સે અનેક આકર્ષક ઓફર્સ જારી કરી

કેવી કેવી ઓફર પ્રાપ્ત થશે

  • ફ્લેટ બુક કરવા પર એક વર્ષના ઈએમઆઈ પર છૂટ
  • ફ્લેટ ખરીદવા પર એક વર્ષ સુધી મેન્ટેનન્સ મફત
  • ફ્લેટની કિંમતમાં 3થી 4 ટકા સુધી ડિસ્કાઉન્ટ
  • ખરીદદારોને સોનાના સિક્કા
  • ગિફ્ટમાં મોડ્યુલર કિચન, ફર્નિચરથી માંડી હોમ એપ્લાયન્સિસ ક્લબ હાઉસના મેમ્બરશિપ ચાર્જમાં છૂટ

અમદાવાદમાં અનસોલ્ડ ઇન્વેન્ટરીમાં સકારાત્મક ઘટાડો નોંધાયો
અમદાવાદ હાઉસિંગ માર્કેટમાં માંગ અને પુરવઠા પક્ષ પર સકારાત્મક મૂવમેંટ જોવા મળી છે, સાથે જ કિંમતોમાં પણ બદલાવ જોવા મળી રહ્યાં છે. લૉકડાઉન પ્રતિબંધોમાં ઢીલ વચ્ચે Q3 2020માં કુલ 3,142 એકમો લોન્ચ કરવામાં આવ્યા છે. જોકે, એક વાર્ષિક સારખામણીમાં 40%નો ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગની ઇન્વેન્ટરી 45 લાખની કિંમતના બ્રેકેટમાં હતી, આ બ્રેકેટમાં નોંધાયેલો નવો પુરવઠો લગભગ 61% છે.

હાઉસિંગ ડોટ કોમના ગૃપ સીઓઓ મણિ રંગરાજને જણાવ્યું કે, નાણાકીય સંસ્થાઓએ પણ આરબીઆઈએ રેપો રેટ ઘટાડી 4% સુધી લાવ્યા બાદ હોમ લોન વ્યાજ દરોને સબ-7%ના સ્તર પર રાખ્યો છે. આવાસનું વેચાણ લગભગ ત્રણ ગણું થઇ ગઇ, જેમાં 3,339 યૂનિટ્સનું વેચાણ થયું. જોકે, Q3 2020માં દેખાયેલા સ્તરમાં 3BHKમાં વેચાણ ઓછુ હતુ. આ ત્રિમાસિકમાં 60% વેચાણ સબ- 45 લાખ મૂલ્ય બ્રેકેટમાં કેન્દ્રિત હતી. 30 સપ્ટેમ્બરે વેચાયા વિનાના સ્ટોકમાં 38,736 યૂનિટ્સ હતા. ઇન્વેન્ટરી ઓવરહેંગ 31 મહિના સુધી વધી ગઇ છે. કિંમતોના સંદર્ભમાં, 6% વૃદ્ધિ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો