• Gujarati News
  • Business
  • Chandla Size, Number Of Bangles Limited For Hostesses, Strict Rules For Male Crew Hairstyles Too

ડિઝાઈનર ઈયરિંગ્સ નહીં પહેરી શકે એર ઈન્ડિયાની હોસ્ટેસ:ચાંદલાની સાઈઝ, બંગડીઓની સંખ્યા મર્યાદિત, મેલ ક્રૂની હેરસ્ટાઈલ માટે પણ કડક નિયમો

11 દિવસ પહેલા

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને ટેકઓવર કર્યા બાદ એરલાઈન્સમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. હવે તાજેતરમાં એર ઈન્ડિયાએ તેના કેબિન એટેન્ડન્ટ્સ માટે ગ્રૂમિંગ ગાઇડલાઇન્સની લાંબી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં મેન અને વુમન ક્રૂ સભ્યો બંને માટે ગ્રૂમિંગ ગાઇડલાઇન્સનો સમાવેશ થાય છે.

ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, મેલ અને ફીમેલ ક્રૂ મેમ્બર્સને ગ્રૂમિંગમાં શું કરવું અને શું ન કરવું. એર ઈન્ડિયાએ ક્રૂ મેમ્બર્સને તેમના લુક પર ખાસ ધ્યાન આપવાની સલાહ આપી છે. તમામ મેન અને વુમન ક્રૂ સભ્યોએ આ ગાઈડલાઈન્સનું સખતપણે પાલન કરવું પડશે.

ઓછા વાળ ધરાવતા મેલ ક્રૂ મેમ્બરોએ બાલ્ડ લુક રાખવો પડશે
રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયાએ મેલ ક્રૂના જે સભ્યોને ઓછા વાળ છે અથવા જેમને ટાલ પડી છે તેમને ગ્રૂમિંગ ગાઇડલાઇન્સમાં ક્લિન શેવ્ડ હેડ એટલે કે બાલ્ડ લુક રાખવા માટે કહ્યું છે. આવા ક્રૂ મેમ્બરોને દરરોજ માથું શેવ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. મેમ્બર્સને ગાઇડલાઇન્સમાં 'ક્રુ કટ' હેરસ્ટાઇલ રાખવાની મંજૂરી નથી. આટલું જ નહીં, મેલ ક્રૂ વિખરાયેલા વાળવાળી હેરસ્ટાઈલ રાખી શકતા નથી.

ગાઇડલાઇન્સમાં મેલ ક્રૂ સભ્યોને 'ક્રૂ કટ' હેરસ્ટાઇલની મંજૂરી આપતી નથી.
ગાઇડલાઇન્સમાં મેલ ક્રૂ સભ્યોને 'ક્રૂ કટ' હેરસ્ટાઇલની મંજૂરી આપતી નથી.

ફીમેલ ક્રૂને મોતીના ઇયરિંગ પહેરવાની પરવાનગી નથી
વુમન ક્રૂ-મેમ્બર્સ માટે ગ્રૂમિંગ ગાઇડલાઇન્સનું લિસ્ટ લાંબું છે. આ લિસ્ટમાં જણાવ્યા અનુસાર, ફીમેલ ક્રૂ- મેમ્બર્સને પર્લ ઇયરિંગ્સ પહેરવાની પરવાનગી નથી.

ચાંદલો ઓપ્શનલ, પરંતુ એની સાઈઝ 0.5cm વધુ ન હોવી જોઈએ
ચાંદલો ઓપ્શનલ છે, પરંતુ એની સાઈઝ 0.5cmથી વધુ ન હોવી જોઈએ. વુમન ક્રૂ હાથમાં માત્ર એક બંગડી પહેરી શકે છે, પરંતુ બંગડીમાં ડિઝાઇન અથવા સ્ટોન્સ ન હોવા જોઈએ.
આ સિવાય વુમેન ક્રૂ વાળને બાંધવા માટે હાઇ ટોપ નોટ અને લો બન્સ સ્ટાઇલનો ઉપયોગ નહિ કરી શકે. ફીમેલ ક્રૂ કોઈ ડિઝાઇન વગર માત્ર ગોલ્ડ અને ડાયમંડની રાઉન્ડ શેપ્ડ ઇયરિંગ્સ પહેરી શકે છે.

ગ્રૂમિંગ ગાઇડલાઇન્સમાં વુમન ક્રૂ મેમ્બર માટે ચાંદલાની સાઈઝ નક્કી કરવામાં આવી છે.
ગ્રૂમિંગ ગાઇડલાઇન્સમાં વુમન ક્રૂ મેમ્બર માટે ચાંદલાની સાઈઝ નક્કી કરવામાં આવી છે.

1cm થી વધુ પહોળાઈવાળી વીંટી પહેરી શકાતી નથી
બંને હાથમાં એક જ વીંટી પહેરવાની છૂટ છે, પરંતુ શરત એ છે કે વીંટી પહોળાઈ 1 સેમીથી વધુ ન હોવી જોઈએ. આ સિવાય મહિલા ક્રૂ મેમ્બર્સને માત્ર ચાર બોબી પિનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

સાડી અને ઈન્ડો-વેસ્ટર્ન સાથે સ્ટોકિંગ્સ અનિવાર્ય છે
ગાઇડલાઇન્સમાં મહિલા ક્રૂ સભ્યોને આઈશેડો, લિપસ્ટિક, નેલ પેઈન્ટ અને હેર શેડ કાર્ડ્સનું કડક પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. સાડીઓ અને ઈન્ડો-વેસ્ટર્ન બંને વિયર સાથે ફ્લાઇટ ડ્યુટી માટે સ્કિન ટોન સાથે મેચ થતી શીયર કાલ્ફ લેન્થ સ્ટોકિંગ્સ ફરજિયાત છે. મહેંદી લગાવવાની પણ મંજૂરી નથી.

ફીમેલ ક્રૂ મેમ્બરોએ સાડીઓ અને ઈન્ડો-વેસ્ટર્ન બંને વિયર સાથે સ્ટોકિંગ્સ પહેરવાનું ફરજિયાત છે.
ફીમેલ ક્રૂ મેમ્બરોએ સાડીઓ અને ઈન્ડો-વેસ્ટર્ન બંને વિયર સાથે સ્ટોકિંગ્સ પહેરવાનું ફરજિયાત છે.

કોઈ ધાર્મિક અથવા કાળા દોરાની મંજૂરી નથી
ગાઇડલાઇન્સ જણાવે છે કે ગ્રે વાળ ધરાવતા ક્રૂ મેમ્બરોએ નેચરલ બ્લેક શેડનો ઉપયોગ કરવો જોઈએ. કાંડા, ગરદન અને પગની ઘૂંટી પર ધાર્મિક અથવા કાળો દોરો બાંધવાની મંજૂરી નથી. અગાઉની ગાઇડલાઇન્સમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ક્રૂને જાહેર વિસ્તારોમાં પ્લાસ્ટિકની થેલીઓ અથવા શોપિંગ બેગ લઈ જવાની મંજૂરી નથી.

એર ઈન્ડિયાએ એક મહિના પહેલા ગાઇડલાઇન્સની લાંબી યાદી બહાર પાડી હતી. જો કે, હવે યુનિફોર્મ ગાઈડલાઈન્સમાં જરૂરી ફેરફારોને હાઇલાઇટ કરતો અન્ય એક દસ્તાવેજ બહાર પાડવામાં આવ્યો છે.