તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રોથનો આશાવાદ:સિરામિક ઇન્ડ.નો ગ્રોથ 15%ના દરે વધશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક સ્તરે સિરામિક ઇન્ડ.માં ભારતમાં ઝડપી ગ્રોથનો આશાવાદ : નિષ્ણાતો

કોરોના મહામારી બાદ સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં સારા ગ્રોથનો આશાવાદ છે. આગામી બે વર્ષ સુધી સેક્ટર 12-15 ટકા વાર્ષિક ધોરણે ગ્રોથ સાધશે તેવું અનુમાન ભારતીય સિરામિક ઉદ્યોગ માટે તક વિશે મેગા વર્ચ્યુઅલ કોનક્લેવમાં જણાવાયું છે. સ્થાનિક વપરાશની સાથે નિકાસમાગમાં પણ ઝડપી વધારો થઇ રહ્યો છે જેના કારણે સેક્ટરની માર્કેટ સાઇઝ વાર્ષિક ધોરણે 35000 કરોડથી વધુ આંબી જશે તેવો અંદાજ છે. સેમીનારનું આયોજન પેન્ટોમેથ ગ્રુપ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) અને મોરબી સિરામિક એસોસિએશન્સ તેમજ દૈનિક ભાસ્કરના સહયોગથી કરવામાં આવ્યું હતું.

સિરામીક ઇન્ડસ્ટ્રીઝની તક વિશે કોન્ક્લેવમાં મેન્ડરિયન કેપિટલ પાર્ટનસના મેનેજિંગ પાર્ટનર અલબર્ટો ફોર્ચિલી, વરમોરા ગ્રુપના એમડી ભાવેશ વરમોરા, સિમ્પોલો ગ્રુપના એમડી જિતેન્દ્ર અધેરા તેમજ પેન્ટોમેથ ગ્રુપના ફાઉન્ડર મહાવીર લુણાવત સેક્ટર વિશેની છણાવટ કરી હતી.

આ ઉપરાંત મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા જેમકે ઉદ્યોગને લગતા વર્તમાન પડકારોનો સામનો અને આવી તકો. કોવિડ -19 ની અસર અને ભારતને વૈશ્વિક સિરામિક સ્થળ તરીકે કેવી રીતે ઉભરી રહ્યું છે., અસંગઠિતથી સંગઠિત સેક્ટર તરફ સ્થળાંતર, પડકારો અને તકો ઉંધણની ઉપલબ્ધતા અને ભાવો બદલાતી ગતિશીલતા, ઉત્પાદનમાં ફેરફાર, ટેક્નોલોજી ઇનોવેશન અને ગ્રાહકોની લાંબાગાળાની માગને ધ્યાનમાં રાખીને બદલાવ કેવી રીતે લાવવો તે મુદ્દે ચર્ચા કરાઇ હતી. ભારતીય સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વિશ્વમાં સૌથી ઝડપથી ગ્રોથ સાધતા સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે.

નિકાસમાં વધારો થયો છે જેની પાછળનું કારણ અન્ય એશિયાઇ ઉત્પાદકોની સરખામણીએ ભારતીય ઉત્પાદનને પસંદ કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક સ્તરે કોર્પોરેટ્સ અને ભારતીય સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવા માટે મોટા ફંડ હાઉસ તરફથી રુચિ દર્શાવી રહ્યાં છે તેમ પેન્ટોમાથ કેપિટલના મહાવીર લુનાવાટએ જણાવ્યું હતું. અત્યારે ભારત સિરામિક ટાઇલ્સના ઉત્પાદન વિશ્વમાં બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સેક્ટરની કુલ માર્કેટ સાઇઝમાં અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર હજુ વાર્ષિક ધોરણે 20000 કરોડનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...