તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • CEOs Of Two Of The World's Largest Companies Face to face On The Future Business Model Of Internet Companies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:ઈન્ટરનેટ કંપનીઓના ભવિષ્યના બિઝનેસ મોડલ પર વિશ્વની બે દિગ્ગજ કંપનીના CEO સામ-સામે

ન્યુયોર્ક16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાઈવસીના મુદ્દે એપલના કુક અને ઝુકરબર્ગના વલણ એક-બીજા માટે નુકસાનકારક

ભવિષ્યમાં ઇન્ટરનેટનો ઉપયોગ અને તે સંલગ્ન જોડાયેલી કંપનીઓ બિઝનેસ મોડલ કેવા રહેશે, તેના પર વિશ્વની બે દિગ્ગજ કંપનીના સીઈઓના વલણ તદ્દન વિપરિત છે. પ્રાઈવસી જેવા કેટલાક કિસ્સાઓમાં એપલના ટિમ કૂક અને ફેસબુકના માર્ક ઝુકરબર્ગના મંતવ્યો એક બીજાને નુકસાન પહોંચાડનારા છે. ઝુકરબર્ગ અને કૂક વચ્ચેનો મુકાબલો દુશ્મનાવટની હદ સુધી પહોંચી ગયો છે.

આ દુશ્મની આજની નથી, પણ વર્ષો જૂની છે. ઘણી વખત, વિશ્વના આ મોટા ઉદ્યોગપતિઓ એકબીજા સાથે ઘર્ષણ થયા છે. 60 વર્ષીય ટિમ કૂક અનુભવી વ્યક્તિ છે, જેમણે એપલને કુશળ સપ્લાય ચેઇન દ્વારા આ પદ પર પહોંચ્યુ છે, જ્યારે 36 વર્ષીય ઝુકરબર્ગ હાવર્ડ ડ્રોપ આઉટ છે જેમણે સોશિયલ મીડિયા સામ્રાજ્ય ઉભુ કર્યુ છે.

એપલના સીઈઓ લાંબા સમયથી પ્રાઈવસી મુદ્દે ફેસબુકની ટીકા કરી રહ્યા છે જે આ બંને જાયન્ટ્સ વચ્ચેની અદાવતનું પણ મુખ્ય કારણ છે. ન્યુયોર્ક ટાઇમ્સે તેના તાજેતરના લેખમાં, આ દિગ્ગજોની વચ્ચે જૂની દુશ્મનાવટનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો છે. અખબારના જણાવ્યા મુજબ, જ્યારે તેમની ફેસબુક શરૂઆતના તબક્કે હતી ત્યારે તેમની દુશ્મની શરૂ થઈ હતી.

જો કે, આવા વિરોધાભાસ હોવા છતાં, ટિમ કૂકે એપલ આઇફોનમાંથી ફેસબુક એપ્લિકેશનને દૂર કરી નથી. થોડા દિવસો પહેલા ટિમ કૂકે એક મુલાકાતમાં કહ્યું હતું કે “જ્યાં સુધી અમારી નીતિનું ઉલ્લંઘન ન થાય ત્યાં સુધી અમે એપલ સ્ટોરમાંથી ફેસબુક એપ્લિકેશનને દૂર કરીશું નહીં.” તેમણે કહ્યું કે, એપલ લોકોની પ્રાઈવસીનો આદર કરે છે અને તેમના અંગત જીવનમાં ક્યારેય દખલ નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો