તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝોમેટોમાં રાજીનામું:ઝોમેટોના COO ગૌરવ ગુપ્તાએ રાજીનામું આપ્યું, ગઈકાલે જ કંપનીએ કરિયાણાના સામાનની ડિલીવરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો

મુંબઈ11 દિવસ પહેલા
  • 2015માં ઝોમેટોમાં સામેલ થયેલા ગુપ્તાને 2018માં કંપનીના CEO બનાવવામાં આવ્યા હતા

ઓનલાઈન ફુડ ડિલીવરી ઝોમેટોના COO(ચીફ ઓપરેટિંગ ઓફિસર) ગૌરવ ગુપ્તાએ રાજીનામું આપ્યું છે. તે 2015માં કંપનીમાં જોડાયા હતા. 2018માં તેમને COO બનાવવામાં આવ્યા હતા. 2019માં તેમને ફાઉન્ડર બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કંપનીએ ગઈકાલે જ કરિયાણાના સામાનની ડિલીવરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગૌરવ ગુપ્તાના રાજીનામાના સમાચાર પછી કંપનીના શેર ઉપરના સ્તરથી 10 રૂપિયાથી વધુ ઘટ્યા છે. પ્રથમ શેર 151 રૂપિયા પર હતો અને હવે ઘટીને 140 રૂપિયા પર આવી ગયો છે.

ઝોમેટોએ કર્યો છે આ સર્વિસ બંધ કરવાનો નિર્ણય
તાજેતરમાં જ ઝોમેટોએ ગ્રોસરી ડિલવરી સર્વિસ અને ન્યુટ્રાસ્યુટિકલ વ્યવસાયમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. તેના થોડા દિવસો પછી જ ગુપ્તાના રાજીનામાના સામાચાર આવ્યા છે. ઝોમેટોએ ગત વર્ષે સ્વાસ્થ્ય અને ફિટનેસ ઉત્પાદોને લોન્ચ કરવાની સાથે ન્યુટ્રાસ્યુટિકલ વ્યવસાયમાં પગ મુક્યો હતો.

ઝોમેટોનું લિસ્ટિંગ જુલાઈમાં થયું હતું
સ્ટોક એક્સચેન્જ પર ઝોમેટોનું લિસ્ટિંગ જુલાઈમાં થયું હતું. આજે આ શેર સામાન્ય વધારા સાથે 145 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. જૂન ત્રિમાસિકમાં કંપનીએ 356 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેની કુલ ઈનકમ 916 કરોડ રૂપિયા રહી. એક વર્ષ પહેલા આ ત્રિમાસિકમાં કંપનીને 99.8 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને ઈન્કમ 283 કરોડ રૂપિયા હતી.

8 ફન્ડ હાઉસોને વેચ્યા શેર
બીજી તરફ એક મહિનાનો લોકો ઈન પીરિયડ ખત્મ થયા પછી ઝોમેટોમાં રોકાણ કરનાર 8 ફન્ડ હાઉસોએ પોતાના શેર વેચ્યા છે. IPO પહેલા એન્કર રોકાણકારોના રૂપમાં ઝોમેટોમાં કુલ 19 ફન્ડ હાઉસોએ રોકાણ કર્યું હતું. દેશ-વિદેશના કુલ 186 એન્કર રોકાણકારોએ IPOમાં પૈસા લગાવ્યા હતા. તેમાંથી 19 ઘરેલુ ફન્ડ હાઉસ હતા. શેર વેચનાર ફન્ડ હાઉસમાં ICICI પ્રૂડેન્શિયલ, HDFC મ્યુચ્યુઅલ ફન્ડ, નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફન્ડ, કોટક મ્યુચ્યુઅલ ફન્ડ વગેરે છે. કુલ ફન્ડ હાઉસોએ જેટલા શેર ખરીદ્યા હતા, તેની સરખામણીમાં ઉપરોક્ત ચાર ફન્ડ હાઉસોની પાસે 70 ટકા હિસ્સો હતો.

HDFC મ્યુચ્યુઅલ ફન્ડે 60 લાખ શેર વેચ્યા
HDFC મ્યુચ્યુઅલ ફન્ડે 60 લાખ શેર વેચ્યા તો ICICI પ્રૂડેંશિયલે 20 લાખ શેર વેચ્યા હતા. કોટક મ્યુચ્યુઅલ ફન્ડે 1.10 લાખ, નિપ્પોન ઈન્ડિયાએ 20 લાખ અને પ્રિન્સિપલ મ્યુચ્યુઅલ ફન્ડે 20 લાખ શેર વેચ્યા હતા.

220 રૂપિયા સુધી જઈ શકે છે શેરનો ભાવ
ICICI ડાયરેક્ટે ગત મહિને કહ્યું હતું કે ઝોમેટોનો શેર 220 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે આજના ભાવથી આ શેરમાં 55 ટકાની તેજી આવી શકે છે. આ બ્રોકરેજ હાઉસે ઝોમેટોના શેર ખરીદવાની સલાહ આપી હતી. UBS સિક્યોરિટીઝે પણ ઝોમેટોના શેરને ખરીદવાની સલાહ આપી છે.

અન્ય સમાચારો પણ છે...