• Gujarati News
  • Business
  • Center Takes Decision To Curb Inflation In Country, Indonesia Malaysia And Dubai Are The Biggest Buyers

ખાંડની નિકાસ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ:દેશમાં મોંઘવારીને અંકુશમાં લેવા માટે કેન્દ્રએ લીધો નિર્ણય, ઈન્ડોનેશિયા-મલેશિયા અને દુબઈ સૌથી મોટા ખરીદદારો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ ઓક્ટોબર 2023 સુધી લંબાવ્યો છે. અગાઉ આ પ્રતિબંધ 1 જૂન 2022થી 31 ઓક્ટોબર 2022 સુધી મૂકવામાં આવ્યો હતો. જે હવે લંબાવવામાં આવ્યો છે. ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક અને બ્રાઝિલ પછી બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.

તેના ટોચના ગ્રાહકોમાં બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, મલેશિયા અને દુબઈનો સમાવેશ થાય છે. દેશમાંથી ખાંડની વિક્રમજનક નિકાસ બાદ ખાંડની સ્થાનિક કિંમતમાં વધારાને રોકવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ગયા વર્ષે ખાંડની નિકાસનો લક્ષ્યાંક 60 LMT (લાખ મેટ્રિક ટન) સુધીનો હતો, પરંતુ 70 LMT ખાંડની નિકાસ કરવામાં આવી હતી.
ગયા વર્ષે ખાંડની નિકાસનો લક્ષ્યાંક 60 LMT (લાખ મેટ્રિક ટન) સુધીનો હતો, પરંતુ 70 LMT ખાંડની નિકાસ કરવામાં આવી હતી.

આ વર્ષે 82 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ
છેલ્લાં વર્ષોમાં દેશમાંથી મોટા પ્રમાણમાં ખાંડની નિકાસ કરવામાં આવી છે. ગયા વર્ષે 60 LMT (લાખ મેટ્રિક ટન) સુધી ખાંડની નિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો, પરંતુ 70 LMT ખાંડની રેકોર્ડબ્રેક નિકાસ કરવામાં આવી હતી. આ જ રીતે આ વર્ષે 82 LMT ખાંડ શુગર મિલમાંથી એક્સપોર્ટ કરાઈ હતી. આ વર્ષની ખાંડની નિકાસ અત્યારસુધીમાં સૌથી વધુ હોવાની કહેવામાં આવી રહી છે.

ભારત પાસે 16 મિલિયનનું સરપ્લસ
ખાંડની નિકાસ મર્યાદિત કરવાની સરકારની યોજના ખૂબ જ સાવચેતી ધરાવતી છે. એવું એટલા માટે કે ખાંડનો પુરવઠો વિશાળ પ્રમાણમાં છે. ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, ભારતમાં આ સીઝનમાં 35 મિલિયન ટન ઉત્પાદન અને 27 મિલિયન ટન વપરાશ થવાની શક્યતા છે. ગત સીઝનમાં લગભગ 8.2 મિલિયન ટનના ભંડાર સહિત 16 મિલિયનની સરપ્લસ છે.

ઘઉંની નિકાસ પર પણ પ્રતિબંધ છે
ઘઉંની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને ભારતે આ વર્ષે મે મહિનામાં એની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રણમાં લેવાના ઉપાયોના ભાગરૂપે ભારતે ઘઉંની નિકાસ પર નિયંત્રણો લાદ્યા છે.

અન્ય સમાચારો પણ છે...